________________
[ ૮૦ ]
શ્રી નિશીથ સૂત્ર
અંતિમ પ્રહરના અંતિમ ભાગમાં પરઠવાની ભૂમિનું અવશ્ય પ્રતિલેખન કરવું જોઈએ. ભાષ્યકારે આ સૂત્રના ભાવોને સ્પષ્ટ કરતા કહ્યું છે કે
साणुप्पाए काले, पडिलेह णो करिज्ज जो भिक्खू ।
उच्चारपासवणस्स, भूमीए पावए मिच्छ ॥ સંધ્યા સમયે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિનું જે ભિક્ષુ પડિલેહણ ન કરે તે મિથ્યાત્વ વગેરે અનેક દોષોને પ્રાપ્ત થાય છે. તો વાર-પાવનભૂમિ :- પરઠવાની ત્રણ ભૂમિ. શાસ્ત્રકારોએ દિવસના અંતિમ પ્રહરમાં ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવા કહ્યું છે, કારણ કે એક જ ભૂમિનું પ્રતિલેખન કર્યું હોય અને તેના ઉપયોગ કરવાના સમયે ત્યાં કોઈ હિંસક પશુ આવીને બેસી જાય, વગેરે કોઈપણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય અને તે ભૂમિનો ઉપયોગ થઈ શકે તેમ ન હોય, તો બીજી કે ત્રીજી પ્રતિલેખિત ભૂમિનો ઉપયોગ કરી શકાય; જો એક જ ભૂમિનું પ્રતિલેખન કર્યું હોય અને પ્રતિલેખિત ભૂમિમાં બાધા ઉત્પન્ન થતાં અપ્રતિલેખિત ભૂમિનો ઉપયોગ કરવો પડે અને તો સંયમ વિરાધના, આત્મવિરાધના જેવા ઉપરોક્ત દોષોની સંભાવના રહે છે માટે સાયંકાલે ત્રણ ભૂમિનું પ્રતિલેખન અવશ્ય કરવું જોઈએ, ન કરવાથી આ સૂત્ર ૧૧૯ અનુસાર તે ભિક્ષુ પ્રાયશ્ચિત્ત ને પ્રાપ્ત થાય છે. ત્રણ ભૂમિનું વિશ્લેષણ કરતાં ભાષ્યમાં સ્પષ્ટ કર્યું છે કે- આ ત્રણ ભૂમિ આસન, મધ્યરૂપા અને દૂરસ્થ તેમ ત્રણ પ્રકારની હોય છે. (૧) ઉપાશ્રયની નજીકની પરઠવાની ભૂમિ તે પ્રથમ આસન ભૂમિ છે. (૨) ૧૦૦ હાથ દૂરની બીજી મધ્યરૂપા ભૂમિ છે અને પોતાના સ્થાનથી ર૫૦ હાથ દૂરની ભૂમિ તે ત્રીજી દૂરસ્થ ભૂમિ કહેવાય છે. આ ત્રણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. ઈંડિલ ભૂમિનો વિસ્તાર – પરાઠવા યોગ્ય ભૂમિ એક હાથ લાંબી અને એક હાથ પહોળી તથા નીચે ચાર આંગુલ સુધી અચિત્ત હોય તેવી ભૂમિ જઘન્ય વિસ્તીર્ણ કહેવાય છે. એક હાથથી અલ્પ વિસ્તારવાળ ૧ ભૂમિને ક્ષુલ્લક ડુકાન ભૂમિ કહેવામાં આવે છે. હુ ભૂમિમાં પરઠે તો તે અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. ભાષ્યકારે કહ્યું છે–
विक्खंभायामेहिं, रयणीमेत्तं हवेज्ज थंडिल्लं । चउरंगुल मोगाढं, जहण्ण वित्थिण्णमच्चित्तं ॥ एत्तो हीणतरं जं, खुड्डागं थंडिलं मुणेयव्वं ।
एत्थ य परिट्ठवेंतो, आणाभंगाइ पावेइ ॥ રત્ની એટલે હાથ પ્રમાણ લાંબી-પહોળી તથા ચાર અંગુલ અવગાઢ એટલે ઊંડાઈમાં અચિત્ત એવી Úડિલ ભૂમિ “જઘન્ય વિસ્તીર્ણ” કહેવાય છે. તેનાથી ન્યૂનભૂમિ હુIIT કહેવાય છે. તેમાં પરઠે તો તેને આજ્ઞાભંગાદિ દોષ લાગે છે અને પ્રાયશ્ચિત્ત આવે છે. ઉચ્ચાર-પ્રસવણ પરઠવાની વિધિઃ- જે ભૂમિમાં ઉચ્ચાર-પ્રસવણનું વિસર્જન કરવાનું હોય તે સ્થાનનું પ્રથમ પ્રતિલેખન કરવું જોઈએ. જો ત્યાં ત્રસ જીવો હોય તો તેનું પ્રમાર્જન કરવું જોઈએ. આજુબાજુથી ગુહસ્થની દષ્ટિ ન પડે, કોઈપણ પ્રકારે શાસનની હીલના ન થાય, તે રીતે યતના અને વિવેકપૂર્વક પરઠવાની ક્રિયા કરે. કોઈદેવ-દાનવનો ઉપદ્રવન આવે તે માટે ભાષ્યકારે પરઠવાની વિધિમાં જુનાગદાસ્તુદો તેમ બોલી પરઠવાનું કહ્યું છે. કેટલીક પરંપરામાં “શકેન્દ્ર મહારાજની આજ્ઞા” તેમ બોલી, નીચા નમીને