________________
ઉદ્દેશક-૪
[ ૭૯ |
७१ जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता णायमइ, णायमतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી આચમન-લેપ્ય અંગનું પ્રક્ષાલન ન કરે ન કરનારનું અનુમોદન કરે, ७२ जे भिक्खू उच्चार-पासवणं परिहवेत्ता तत्थेव आयमइ, आयमतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વીએ જે સ્થાનમાં ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ કર્યો હોય તે જ સ્થાને આચમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |७३ जे भिक्खू उच्चार-पासवणं परिट्ठवेत्ता अइदूरे आयमइ आयमंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણનો ત્યાગ કર્યો હોય તે સ્થાનથી અતિદૂર જઈ આચમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ७४ जे भिक्खू उच्चार-पासवणं परिढुवेत्ता परं तिण्हंणावापूराणं आयमइ, आयमंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉચ્ચાર-પ્રસવણ ત્યાગ કર્યા પછી ત્રણ અંજલી પ્રમાણથી વધુ પાણી વડે આચમન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત દસ સૂત્રોમાં ઉચ્ચાર-પ્રસવણ-વિસર્જન સંબંધી સમાચારી ઉલ્લંઘનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુની પાંચ સમિતિઓમાં પાંચમી સમિતિ પરઠવા વિષયક છે.
સાધુ દિવસે ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરી તેનો ઉપયોગ કરે છે અને રાત્રે તેનો ઉપયોગ કરવા માટે દિવસે જ દિવસના ચોથા પ્રહરમાં તેનું પ્રતિલેખન કરવાનું વિધાન ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬માં છે અને તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. સાપુ :- આ શબ્દ દ્વારા પરઠવા યોગ્ય ભૂમિનું પ્રતિલેખન કરવાના સમયનું કથન કરવામાં આવ્યું છે. સાપુણો ગામ વ8મા વસેલ રિમાણ પરિક્ષણ અંતિમ-ચોથી પોરસીના ચોથા ભાગના ચરમકાલમાં, સંધ્યા સમયે સ્વાધ્યાયનો અસક્ઝાય કાળ આવે ત્યારે પરઠવાની ભૂમિનું પ્રતિલેખન અવશ્ય કરવું જોઈએ. પરઠવાની ભૂમિનું પ્રતિલેખન ન કરવાના દોષો:- રાત્રિમાં પરઠવા માટે તે અંડિલ ભૂમિનું દિવસે પ્રતિલેખન કરવામાં આવે તો જ કીડી વગેરેના દર, લીલી વનસ્પતિ, સચિત્ત પૃથ્વી આદિની ખબર પડે. જો અપ્રતિલેખિત ભૂમિનો રાત્રે ઉપયોગ કરવામાં આવે તો અંધારામાં ન દેખાવાથી છકાય જીવોનું ઉપમર્દન અને તેથી સંયમ વિરાધના થાય, અપ્રતિલેખિત ભૂમિમાં સર્પાદિના ઉપઘાતની સંભાવના રહે અને તેના દ્વારા આત્મવિરાધના થાય, અપ્રતિલેખિત ભૂમિ વિષમ(ખાડા-ટેકરાવાળી) હોય તો પડી જવાથી ઉપકરણાદિ કે હાથ-પગ આદિ તૂટી જવાની સંભાવના રહે. ઉપરોક્ત દોષોથી બચવા માટે દિવસના