________________
૮૨ |
શ્રી નિશીથ સૂત્ર
સાથે વાર્તાલાપ-સ્વાધ્યાય આદિ એક પણ કાર્ય કરી શકતા નથી. તે સાધુને આત્મશુદ્ધિ માટે ગચ્છ સંબંધી સર્વ વ્યવહારથી નિવૃત્ત કરવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત શરુ થયા પછી તે સાધુએ સંપૂર્ણ રીતે આચાર્યની આજ્ઞામાં જ રહેવાનું હોય છે અર્થાતુ આચાર્ય જ માત્ર તેમની સાથે વાતચીત આદિ કરી શકે છે.
પારિહારિક સાધુને કોઈ કામ હોય, તો આચાર્યની આજ્ઞા લઈ તે કાર્ય કરી શકે છે, આચાર્ય પાસે આલોચના કરી શકે, પ્રશ્ન પૂછી શકે, તેમને જ આહાર બતાવી શકે છે. રોગાદિ થાય તો આચાર્યને જ કહે છે. બીજા સાધુઓને કહેવું કે પૂછવું કલ્પતું નથી. પારિવારિક સાધુને અસહ્યુવેદના થતી હોય તો પણ અન્ય સાધુ આચાર્યની આજ્ઞા વિના પારિહારિક સાધુની સેવા આદિ કરી શકતા નથી. ગોચરી આદિ કોઈ કાર્ય અર્થે બહાર ગયેલા પારિવારિક સાધુ પડી જાય કે આકસ્મિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો અન્ય સાધુ તાત્કાલિક સારવાર આપી ઉપાશ્રયે લાવી આચાર્યને જાણ કરે અને ત્યાર પછી આચાર્ય કહે તે રીતે પારિવારિક સાધુની સેવા અપારિવારિક સાધુ કરે. પારિવારિક સાધુની જ્યારે વિશેષ પરિસ્થિતિ સમાપ્ત થઈ જાય, ત્યારે તે સ્વયં પોતાનું કાર્ય પૂર્વવત્ કરે છે.
પારિહારિક સાધુને જેટલા સમય સુધી પારિહારિક પણે રહેવાનું હોય તેટલો સમય ઓછામાં ઓછું એકાંતર ઉપવાસનું તપ અને પારણાના દિવસે આયંબિલ તપ કરવાનું હોય છે. “પારિવારિક સ્થિતિ દરમ્યાન તે સાધુનો ઉત્સાહ મંદ પડી જાય તો આચાર્ય તેની સ્થિતિને ખ્યાલમાં લઈ યથાયોગ્ય કરી શકે છે. તેની સારણા-વારણા આદિ સર્વ કાર્યનું ઉત્તરદાયિત્વ આચાર્યનું જ રહે છે. આચાર્યને જરૂર લાગે તો તેને વિષયની છૂટ પણ આપી શકે છે અને ગોચરી વગેરેની સેવા પણ કરાવી શકે છે.
ટૂંકમાં પારિહારિક સાધુ સાથે અન્ય સાધુઓ દસ પ્રકારનો વ્યવહાર બંધ કરે છે– (૧) પરસ્પરનો વાર્તાલાપ ૨) સૂત્રાર્થ પૂછવા. (૩) સ્વાધ્યાયાદિ સાંભળવા-સંભળાવવા સાથે ઉઠવું-બેસવું (૫) વંદન વ્યવહાર () પાત્રાદિ ઉપકરણનું આદાન-પ્રદાન (૭) પ્રતિલેખન આદિ કાર્ય (૮) સંઘાડો બનાવી સાથે ગોચરીએ જવું (૯) આહારનું આદાન-પ્રદાન (૧૦) સાથે બેસી ભોજન કરવું.
ગચ્છના સાધુઓ પરસ્પર આ દસ પ્રકારનો વ્યવહાર કરતાં હોય છે, પારિવારિક પ્રાયશ્ચિત્ત વહન કરતા હોય તે સાધુની સાથે તે વ્યવહાર બંધ કરવામાં આવે છે. ઉપરોક્ત દસ વ્યવહારમાંથી અન્ય સાધુ “પારિહારિક' સાથે ક્રમશઃ આઠ વ્યવહાર કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે અને અંતિમ બે વ્યવહાર સંબંધી ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
વર્તમાનમાં વિશિષ્ટ સહનન આદિના અભાવે સાધારણ તપનું જ પ્રાયશ્ચિત્ત અપાય છે. વધુમાં વધુ દીક્ષા છેદ અને મૂળ પ્રાયશ્ચિત્ત (નવી દીક્ષા) આપવામાં આવે છે. અનેકવાર અનાચારના સેવન કરનારને, દીર્ઘકાળ પર્યત દોષ સેવન કરનારને, લોકાપવાદકે તપશ્ચર્યાની શક્તિ નહોય તેને છેદ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેમાં જઘન્ય એક દિવસ અને ઉત્કૃષ્ટ છ મહિનાનો દીક્ષા છેદ કરવામાં આવે છે તેનાથી વધુ પ્રાયશ્ચિત્તની આવશ્યકતા હોય તો મૂળ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. વીરપ્રભુના નિર્વાણ પછી સેંકડો વરસો સુધી પારિહાર' પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું હતું તેથી છેદસૂત્રોના પાઠમાં અનેક જગ્યાએ પારિવારિક સાધુ સંબંધી વિધાનો છે.
આ ઉદ્દેશકમાં ૭૫ સૂત્રોમાં ૧૨૮ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનો ઉલ્લેખ છે.