________________
[ ૭૪ ]
શ્રી નિશીથ સૂત્ર
ઉબટન કરવું વગેરે બકુશ ભાવનું સેવન કરે તથા સ્વપ્ન શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર, મૂળકર્મ (કંદમૂળના ઉપચાર બતાવવા), મંત્ર-વિધાનો પ્રયોગ કરે તે કુશીલ કહેવાય છે. संसत्ताः-संखेवो इमो-जो जारिसेसु मिलति सो तारिसो चेव भवति एरिसो संसत्तो णायव्वोચૂર્ણિ, અર્થ જે સાધુ સાથે રહે તેના જેવા બની જાય તેને સંસક્ત કહેવાય છે. જો તે પાર્થસ્થ સાથે રહે તો પાર્થસ્થ જેવો અને જો પ્રિયધર્મી સાથે રહે તો પ્રિયધર્મી બની જાય છે.
पंचासव पवतो जो खलु तिहिं गारवेहिं पडिबद्धो ।
इत्थिगिहि संकिलिट्ठो, संसत्तो सो य णायव्वो ॥४३५२॥ અર્થ– પાંચ આશ્રવમાં પ્રવૃત્ત, ત્રણ ગારવમાં વૃદ્ધ, સ્ત્રી અને ગૃહસ્થ સાથે સંશ્લિષ્ટ અર્થાત્ ગૃહસ્થના પરિવાર સંબંધી કાર્યમાં પ્રતિબદ્ધ થઈ જાય તે સંસત્ત કહેવાય છે. ઉત્તિર :- જે સાધુ એક સ્થાને નિત્ય રહે છે તેને “નિતિય-નિત્યક’ કહેવામાં આવે છે. તે નિત્યકના બે પ્રકાર છે– (૧) કાલાતિક્રાંત નિત્યક અને (૨) ઉપસ્થાન નિત્યક. (૧) કાલાનિકાંત નિત્યક- જે માસ કલ્પ અને ચાતુર્માસ કલ્પની મર્યાદાનું નિષ્કારણ ઉલ્લંઘન કરી નિરંતર એક જ ક્ષેત્રમાં રહે છે તે. (૨) ઉપસ્થાન નિત્યક-માસ કલ્પ કે ચાતુર્માસ કલ્પ પૂર્ણ થયા પછી અન્ય ક્ષેત્રમાં બમણોકાળ વ્યતીત કર્યા વિના જ તે ક્ષેત્રમાં આવીને રહે છે.
નિશીથસૂત્રોની અન્ય પ્રતોમાં આ દસ સૂત્રોના ક્રમમાં તફાવત જોવા મળે છે. અહીં ભાષ્ય અને ચૂર્ણ અનુસાર સૂત્ર અને તેનો ક્રમ રાખવામાં આવ્યો છે.
કોઈ ગીતાર્થ મુનિ કે ગીતાર્થની આજ્ઞા પ્રાપ્ત મુનિ કોઈ વિશેષ અપવાદિક સ્થિતિમાં ઉપરોક્ત પાર્થસ્થ આદિ જેવી કોઈ પણ પ્રવૃત્તિ કરે તો તે પાર્થસ્થ કહેવાતા નથી. તે પ્રતિસેવી નિગ્રંથ જ કહેવાય છે. આ સૂત્ર દ્વારા તેમને પ્રાયશ્ચિત્ત આવતું નથી. સચિત્ત લિપ્ત હસ્તાદિથી આહાર ગ્રહણ :|४९ जे भिक्खू उदउल्लेण हत्थेण वा मत्तेण वा दव्वीएण वा भायणेण वा असणं वा पाणं वा खाइम वा साइम वा पडिग्गाहेइ पडिग्गाहेंत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સચિત્ત પાણીવાળા(ભીના) હાથથી, માટીના વાસણથી, કડછીથી કે કોઈ ધાતુના વાસણથી અપાતા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
५० जे भिक्खू मट्टियासंसटेण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત માટીથી લિપ્ત હાથથી યાવત ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५१ जे भिक्खू ऊससंसद्रुण हत्थेण वा जाव पडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સાજીખારથી લિપ્ત હાથથી યાવતું ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५२ जे भिक्खू हरियाल(पिट्ठ)संसद्रुण हत्थेण वा जाव पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ ।