________________
શ—૪
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાર્શ્વસ્થ આદિ સાથે સંઘાડાના આદાન-પ્રદાનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સંપાયુંઃ— બે અથવા બે થી વધુ સાધુઓના સમૂહને સંઘાટક-સંઘાડો કહેવામાં આવે છે. અનેક સંઘાડાના સમૂહને ગણ કે ગચ્છ કહેવામાં આવે છે. આગમમાં કોઈ-કોઈ સ્થાને સંઘાડા માટે ગણ શબ્દનો પ્રયોગ પણ જોવા મળે છે. અન્ય કોઈ પાર્શ્વસ્થ આદિ સાધુને સેવા વગેરેના પ્રયોજનથી સંઘાડો આપે અર્થાત્ પોતાના એક કે વધુ શિષ્યને તે સાથે મોકલે તો તે સંઘાડો આપ્યો કહેવાય અને સહાય માટે પાર્શ્વસ્થના એક-બે કે વધુ શિષ્યને સ્વીકારે, તો તે સંઘાડો લીધો કહેવાય છે.
૭૩
પાર્શ્વસ્થાદિ સાથે સંઘાડાના આદાન-પ્રદાનના દોષો :- પાર્થસ્થાદિ સાથે રહેતાં તથા ગોચરીએ જતાં આચાર ભેદ અથવા ગર્વપણા ભેદના કારણે શ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. તેમજ બંનેના આચારમાં ભિન્નતા દેખાવાથી જૈન શાસનની અવહેલના થાય છે તથા તે પાર્શ્વસ્થ આદિની અશુદ્ધ ગવેષણા અને આચારની અનુમોદનાના નિમિત્તે કર્મબંધ પણ થાય છે, માટે તેઓને સંઘાડો અર્થાત્ એક સાધુ કે અનેક સાધુઓ દેવા કે લેવા કલ્પતા નથી. બાહ્ય વ્યવહારમાં જે સમાન આચાર-વિચારવાળા હોય, તેઓ સાથે જ રહેવાથી સંયમ સાધના શાંતિપૂર્વક સંપન્ન થાય અને વ્યવહાર પણ શુદ્ધ રહે છે.
पासत्था :- यो ज्ञान-दर्शन- चारित्र तपसां पार्क-समीपे तिष्ठति न तु तेषामाराधको भवति स પાઈĂ: । જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની સમીપે રહે છે પણ તેના આરાધક નથી, તે પાર્શ્વસ્થ કહેવાય છે. બીજી રીતે પાસ' એટલે બંધન, ‘ત્યા' એટલે સ્થિત. જે કર્મ બંધનના કર્મપાશના કારણોમાં અર્થાત્ આશ્રવમાં સ્થિત રહે છે, તે પાસસ્થ—પાર્શ્વસ્થ કહેવાય છે.
દેશળ:-જે આળસના કારણે ચારિત્રને ખંડિત કરે છે, તે અવસન્ન કહેવાય છે. અવસળ, ओसण्ण કે કહ્યું એ સ્ત્રોતના પર્યાયવાચી શબ્દ જ છે. સમાવાä વિતત ગોસને પાવતી તત્ત્વ । સમાચારીથી વિપરીત આચરણ કરનારને ભાષ્યકારે અવસન કહ્યા છે
आवासग सज्झाए, पडिलेहज्झाण भिक्ख भत्तट्ठे ।
काठस्सग्ग पडिक्कमणे, कितिकम्म णेव पडिलेहा ॥ ४३४५ ॥
आवासगं अणियतं करेति हीणातिरित्त विवरीयं ।
गुरुवयण णियोग वलयमाणे, इणमो उ ओसणो ॥ ४३४६ ॥
અર્થ ‘આવસહિ’ આદિ સમાચારી, સ્વાધ્યાય, પ્રતિલેખન, ધ્યાન, ગવેષણા, વિધિપૂર્વક આહાર, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ, કૃત્તિકર્મ-વંદનવિધિ, પ્રતિલેખન, આ આરાધનાઓ ન કરે અથવા ક્યારેક કરે ક્યારેક ન કરે, ન્યૂનાધિક કરે, વિપરીત કરે, સંયમના શુદ્ઘપાલન માટે ગુરુજનો પ્રેરણા કરે તો તેની અવહેલના કરે તેને ઓસન્—અવસન્ન કહેવામાં આવે છે.
कुसीला · સંયમ જીવનમાં નહિ કરવા યોગ્ય, નિંદનીય કાર્ય કરે તે કુશીલ કહેવાય છે.
-
कोउय भूतिकम्मे, पसिणापसिणं णिमित्तमाजीवी ।
कक्क कुरुय सुमिण लक्खण, मूलमंतं विज्जोवजीवी कुसीलो उ ॥ ४३४९ ॥
અર્થ— કૌતુકકર્મ, ભૂતિકર્મ, અંજન કરી પ્રશ્નોત્તર કરવા, નિમિત્ત શાસ્ત્રથી આજીવિકા ચલાવવી, કકાદિથી