________________
[
૭૩
]
શ્રી નિશીથ સૂત્ર
અર્થ– ભિક્ષુ હાસ્યનો ત્યાગ કરનાર હોય છે માટે સાધુએ હાસ્ય કરવું ન જોઈએ. હાસ્યના દોષો :- લોકમાં નિંદા થાય, વાયુકાય તથા સંપાતિમ જીવોની વિરાધના થાય છે, તેથી સંયમ વિરાધના થાય જેના ઉપર હાસ્ય કર્યું હોય તેને દુઃખ થાય, તેને પોતાનું અપમાન લાગે, અપમાન રોષ કે વેરનું કારણ બને, શત્રુભાવની વૃદ્ધિ થાય, માટે ખડખડાટ હસવું નહિ, પણ ગંભીર સ્વભાવથી સંયમ આરાધનામાં રત રહેવું જોઈએ. પાર્થસ્થાદિ સાથે સંવાડાનું આદાન-પ્રદાનઃ३९ जे भिक्खू पासत्थस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પાર્થસ્થને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू पासत्थस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પાર્થસ્થ પાસેથી સંઘાડો ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू ओसण्णस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અવસન્ન(ઓસના)ને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू ओसण्णस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અવસત્ર(ઓસના) પાસેથી સંઘાડો ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે ४३ जे भिक्खू कुसीलस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કુશીલને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू कुसीलस्स संघाडयं पडिच्छइ, पडिच्छतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કુશીલ પાસેથી સંઘાડો ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू संसत्तस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સંસક્તને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू संसत्तस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સંસક્ત પાસેથી સંઘાડો ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, ४७ जे भिक्खू णितियस्स संघाडयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિત્યકને ને સંઘાડો આપે કે આપનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू णितियस्स संघाडयं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિત્યક પાસેથી સંઘાડો ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.