________________
ઉદ્દેશક-૪
[ ૭૧ ]
अहिगरण कडस्स भिक्खुणो, वयमाणस्स पसज्झ दारुणं ।
अट्ठ परिहायइ बहु, अहिगरणं ण करेज्ज पंडिए । ક્લેશ કરવાથી સંયમની અત્યધિક હાનિ થાય છે, કટુવચન બોલવાથી પરસ્પરમાં અસમાધિ અને અશાંતિની વૃદ્ધિ થાય છે માટે સાધુ અધિકરણ અને અધિકરણની ઉત્પત્તિના કારણોથી હંમેશાં દૂર રહે.
લહની ઉદીરણા - |३७ जे भिक्खू पोराणाइ अहिगरणाई खामिय विओसमियाई पुणो उदीरेइ उदीरेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ક્ષમાયાચનાથી ઉપશાંત થયેલા જૂના ક્લેશ(ઝગડા)ને પુનઃ ઉત્પન્ન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
વંદના કરી વિધિપૂર્વક ખમાવી જે ક્લેશને શાંત કર્યો હોય, તે ક્લેશ પુનઃ જાગૃત ન થાય તે માટે સાધુએ સાવધાન રહેવું જોઈએ. ક્લેશને ઉત્પન્ન કરે તેવા પ્રસંગો, નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. વિવેક રાખવા છતાં પણ ક્લેશ ઉત્પન્ન થવાની સંભાવના હોય તો તે વ્યક્તિના સંપર્કથી જ દૂર રહેવું જોઈએ. શાંત થયેલા ક્લેશને પુનઃ ઉદીરિત કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. કલેશની ઉદીરણાના દોષો :- સાધુ પૂર્વગત શાંત ક્લેશને પુનઃ ઉત્પન્ન કરે, તો આજ્ઞાભંગ, મિથ્યાત્વ સંયમ વિરાધના આદિ દોષ લાગે છે. ક્લેશથી મનમાં સંતાપ, લોકમાં અપયશ થાય છે, જ્ઞાનાદિની હાનિ થાય છે. ક્લેશમાં જ સ્વાધ્યાયનો સમય સમાપ્ત થઈ જાય, સ્વાધ્યાયમાં પ્રમાદ, અન્ય સાધુ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. ક્લેશથી સંસારની વૃદ્ધિ થાય છે માટે ક્લેશની ઉદીરણા સાધુ ન કરે. ખડખડાટ હસવું - ३८ जे भिक्खू मुहं विप्फालिय-विप्फालिय हसइ, हसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ખડખડાટ હસે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :સાધુએ મુખથી અવાજ થાય તે રીતે મોટેથી હસવું ન જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે
णिदं च ण बहु मणेज्जा, सप्पहासं विवज्जए ।
મિ દિન, સફાયરન ર સયા | દશવૈકાલિક સૂત્ર, અ૮, ગાથા-૪૨. અર્થ- સાધુએ બહુ નિદ્રા ન કરવી જોઈએ અને ખડખડાટ હાસ્યનો ત્યાગ કરવો જોઈએ, પરસ્પર વાતો કરવામાં અને ઠઠ્ઠા મશ્કરી કરવામાં સાધુએ સમય વ્યતીત ન કરવો જોઈએ, પરંતુ સ્વાધ્યાયાદિમાં લીન રહેવું જોઈએ.
હસં રિના સે નિri, નો સિવ આચારાંગ સૂત્ર, શ્ર૨, અ. ૧૫.