________________
|
૮
|
શ્રી નિશીથ સૂત્ર
આચાર્યાદિની આજ્ઞા વિના વિગય સેવન - ३२ जे भिक्खू आयरिय-उवज्झाएहिं अविदिण्णं विगई आहारेइ, आहारतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની વિશેષ આજ્ઞા વિના વિનયનો આહાર કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધારણ રીતે આગમમાં સાધુ માટે વિગયરહિત આહારનું સેવન કરવાનું વિધાન છે. વિધિ :- સાધુ ગોચરીને માટે આજ્ઞા લઈને જ જાય છે, તે આજ્ઞાથી તો વિગય રહિત આહાર જ ગ્રહણ કરી શકે છે. જો વિગય–ઘી, દૂધ લેવું આવશ્યક હોય તો તેની અલગ આજ્ઞા લેવી જરૂરી છે. વિગયના પ્રકારો – ઘી, તેલ, દહીં, દૂધ અને ગોળ, આ પાંચ વિગય છે. ઠાણાંગ સૂત્રના નવમા ઠાણામાં નવ પ્રકારના વિગય બતાવ્યા છે. તેમાંથી ચાર વિગયને ચોથે ઠાણે મહાવિગય કહ્યા છે. આ રીતે ચાર મહાવિગય અને પાંચ વિગય, આ રીતે કુલ નવ વિગય છે. ચાર મહાવિગયમાંથી મધ અને માંસ સાધુ માટે સર્વથા વર્ય છે, કારણ કે ઠાણાંગ સૂત્રમાં તેવા આહારને નરકગતિનું કારણ કહ્યું છે. માખણ તથા મધ આ બે મહાવિગય તથા પાંચ વિગયનો ઉપયોગ રોગ નિવારણ માટે આચાર્યાદિની આજ્ઞાથી થઈ શકે છે. આચાર્યાદિની આજ્ઞા વિના વિનયનું સેવન કરે, તો તે સાધુ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
નિશીથ સુત્રની કેટલીક પ્રતોમાં આ સૂત્રની પૂર્વે અદત્ત આહાર લેવા સંબંધી એક સુત્ર જોવા મળે છે. તેનો અર્થ આ પ્રમાણે છે– આચાર્ય કે ઉપાધ્યાયની આજ્ઞા વિના આહાર ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ભાષ્ય-ચૂર્ણિમાં આ સૂત્ર કે તેની વ્યાખ્યા નથી, તેથી પ્રસ્તુતમાં તે સૂત્ર ગ્રહણ કર્યું નથી. સ્થાપના કુળની જાણકારી વિના ગોચરી ગમન :|३३ जे भिक्खू ठवणाकुलाई अजाणिय अपुच्छिय अगवेसिय पुव्वामेव(गाहावइ कुल) पिंडवाय-पडियाए अणुप्पविसइ, अणुप्पविसत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સ્થાપના કુળોની જાણકારી કર્યા વિના, પૂછડ્યા વિના કેળવેષણા કર્યા વિના જ ગૃહસ્થના ઘરોમાં ગોચરી માટે પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સ્થાપનાકુળ એટલે વિશિષ્ટ પરિસ્થિતિ માટે અલગ સ્થાપિત કરવામાં આવેલા કુળ અર્થાત્ સાધારણ રીતે જે ઘરોમાં સાધુઓ ભિક્ષા માટે જતાં ન હોય, તેવા ઘર. સ્થાપના કળના પ્રકાર – અનિવાર્ય આવશ્યકતાના સમયે ભિક્ષા માટે સ્થવિરો દ્વારા સ્થાપિત(અલગ રખાયેલા) ઘરો, તે સ્થાપના કુળ કહેવાય છે. ભાષ્યમાં તેના ચાર પ્રકાર કહ્યાં છે– (૧) અત્યંત દ્વેષ રાખનારા ઘર, (૨) અત્યંત અનુરાગ રાખનારા ઘર. (૩) ઉપાશ્રયની એકદમ સમીપના ઘર અને (૪) બહુમૂલ્ય પદાર્થ અથવા વિશિષ્ટ ઔષધિ વગેરે ઉપલબ્ધ થાય તેવા ઘર.