________________
ઉદ્દેશક-૪
| | ક૭ ]
२८ जे भिक्खू सीमारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સીમા રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २९ जे भिक्खू रण्णारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ३० जे भिक्खू सव्वारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત ગ્રામ રક્ષક આદિ ૧થી ૩૦ સુધીના સૂત્રો રાજ્યની મુખ્યતાએ છે અને પૂર્વના ૧ થી ૧૫ સુધીના સૂત્રો રાજા અને રાજધાનીની મુખ્યતાએ છે. સર્વ રક્ષક :- ૧૫-૧૫ સુત્રોના આ બંને વિભાગમાં “સર્વરક્ષક’ શબ્દ છે. તેમાં પ્રથમ વિભાગના “ સર્વરક્ષક’ શબ્દનો “રાજા વગેરેના સર્વકાર્યમાં સલાહ લેવા યોગ્ય’ મુખ્યમંત્રી તેવો અર્થ થાય છે અને બીજા વિભાગમાં “ગ્રામરક્ષક–સરપંચ વગેરેને સર્વકાર્યમાં સલાહ લેવા યોગ્ય’ તેવો અર્થ થાય છે.
પ્રાયઃ પ્રતોમાં માનયિં આદિ સૂત્રો ૩૬૩ સૂત્ર (૪૯ થી ૩) પછી છે. સરજિય વાળા સૂત્રો મરવિર્ય (સૂ. ૪, ૯, ૧૪) પછી છે.
આ રીતે ભિન્ન-ભિન્ન પ્રતોમાં આ સૂત્રોના ક્રમમાં ભિન્નતા છે, તાત્વિક તફાવત નથી પ્રસ્તુતમાં ભાષ્ય અનુસાર ક્રમ નિશ્ચિત કર્યો છે. કૃત્ન ધાન્યનો આહાર:
३१ जे भिक्खू कसिणाओ ओसहिओ आहारेइ, आहारेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી કૃત્ન ઔષધિનો આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અખંડ ઔષધિ-અખંડત ધાન્ય આદિ ખાવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
ઔષધિ એટલે ધાન્ય એવો અર્થ થાય છે, પરંતુ ઉપલક્ષણથી પ્રત્યેક જીવવાળા સર્વ “બીજ'નું પણ ગ્રહણ થઈ જાય છે.
સિMઓ સદિઓ:- કુસ્ન ઔષધિ. તેના બે પ્રકાર છે– (૧) અખંડ ધાન્ય દ્રવ્ય કૃત્ન છે અને (૨) સચિત્ત ધાન્ય ભાવ ન છે. આ સૂત્રમાં ભાવ કૃત્ન એટલે સચિત્ત ધાન્યખાવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
અખંડ ધાન્યાદિને બાફવાથી, ઉકાળવાથી તે અચિત્ત થઈ જાય છે, તે અખંડ દેખાવા છતાં અચિત્ત હોવાથી સાધુ ગ્રહણ કરી શકે છે અને તેનું અહીં પ્રાયશ્ચિત્ત કથન નથી, તેમ સમજવું.