________________
[
s ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગામ રક્ષકને–ગ્રામની રક્ષા કરનાર અર્થાત્ દેખરેખ રાખનાર સરપંચને વશ કરે કે વશમાં કરનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू देसारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દેશ રક્ષક–દેશની રક્ષા કરનાર રાષ્ટ્રપતિ વગેરેને વશમાં કરે કે વશ કરનારનું અનુમોદન કરે, १८ जे भिक्खू सीमारक्खियं अत्तीकरेइ, अत्तीकात वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સીમા રક્ષકને વશમાં કરે કે વશમાં કરનારનું અનુમોદન કરે, १९ जे भिक्खू रण्णारक्खियं अत्तीकरेइ अत्तीकरेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજ રક્ષક–રાજ્યની રક્ષા કરનાર રાજ્યપાલને વશ કરે કે વશમાં કરનારનું અનુમોદન કરે, | २० जे भिक्खू सव्वारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક–સર્વ ક્ષેત્રમાં પૂછવા યોગ્ય વડાપ્રધાનને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू गामारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગામ રક્ષકની પ્રશંસા–ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २२ जे भिक्खू देसारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દેશ રક્ષકની પ્રશંસા–ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू सीमारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સીમા રક્ષકની પ્રશંસા–ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू रण्णारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રાજ રક્ષકની પ્રશંસા ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २५ जे भिक्खू सव्वारक्खियं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વ રક્ષકની પ્રશંસા-ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | २६ जे भिक्खू गामारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગામ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू देसारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી દેશ રક્ષકને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,