________________
ઉદ્દેશક-૪
[ પ ]
રાજા વગેરેનું આકર્ષણઃ|११ जे भिक्खू रायं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १२ जे भिक्खू रायारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંગરક્ષકને આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १३ जे भिक्खू णगरारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નગરરક્ષક-કોટવાળને આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, १४ जे भिक्खू णिगमारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિગમરક્ષક-નગર શેઠને આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |१५ जे भिक्खू सव्वारक्खियं अत्थीकरेइ, अत्थीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક-મુખ્યમંત્રીને પોતાની તરફ આકર્ષિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન - અસ્થીર - અથરીતિ | તેના ત્રણ અર્થ થાય છે– (૧) સાધુ રાજાની પ્રાર્થના કરે. (૨) સાધુ કોઈપણ પ્રયોગ દ્વારા એવો પ્રયત્ન કરે કે જેથી રાજા સાધુની સહાય ઇચ્છ. (૩) સાધુ રાજાનું કોઈ કાર્યસિદ્ધ કરી દે. સાધુ એવા પ્રયત્ન કરે કે રાજા તેનો અર્થી-પ્રયોજનવાન બની રહે. આ સાધુ પાસે ભૂત-ભવિષ્યનું જ્ઞાન છે, તેની પાસેથી મને મંત્રાદિ મળશે, મારા કાર્ય સફળ થશે, તેવા ભાવ રાજાના મનમાં જન્મે, તેવા પ્રયત્ન કરી રાજાને પોતા તરફ આકર્ષિત રાખવા, પોતાના તપ-સંયમ-લબ્ધિના પ્રદર્શન, વર્ણન દ્વારા રાજાને આકૃષ્ટ કરવા. આરીફ:- રાજા વગેરેને વશ કરવા. કોઈ વ્યક્તિને ગુણ-પ્રશંસા દ્વારા વશ કરી શકાય છે તે જ રીતે પોતાના તપ-સંયમ અને પ્રાપ્ત લબ્ધિઓનું વર્ણન કરી, તે વ્યક્તિને પોતાના અનુરાગવાળી બનાવી શકાય છે. આ સૂત્રમાં પોતાના ગુણો પ્રદર્શિત કરી રાજા વગેરેને પોતાના તરફ આકૃષ્ટ કરવાનું વર્ણન છે. ગીર સૂત્ર અબ્ધીરે સૂત્રનું પૂરક છે. - રાજા વગેરેને પ્રશસ્ત હેતુથી આકર્ષિત કરે, તો તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સમજવું અને અપ્રશસ્ત હેતુથી આકર્ષિત કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ આવે છે.
કેટલીક પ્રતોમાં અછી શબ્દ દ્વારા પાંચ સૂત્રો જોવા મળે છે. ત્યાં છીછરેનો અર્થ બીમાર રાજા વગેરેને ઔષધ, મંત્રાદિ આપી નીરોગી કરવા, આ રીતે પણ રાજાને વશ કરી શકાય છે. ગામરક્ષક વગેરેનું વશીકરણ:१६ जे भिक्खू गामारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ ।