________________
૪ |
શ્રી નિશીથ સૂત્ર
રાજા વગેરે વધુ અનુકૂળ થાય તો તેઓનો અતિઅનુરાગ સંયમ સાધનામાં બાધક બની શકે અને રાજા વગેરે પ્રતિકૂળ થાય તો દંડ આપે, જિન શાસનનું અહિત કરે; માટે સાધકે રાજા અને રાજા જેવી વિશિષ્ટ વ્યક્તિઓથી વ્યક્તિગત સંપર્ક કરવો ન જોઈએ. ધર્મ શ્રવણાદિ માટે રાજા વગેરે આવે તો તેઓને ધર્માનુરાગી બનાવવામાં દોષ નથી. સમ્બારિયઃ- સર્વરક્ષકારાગારક્ષાલારબ્ધ નિરક્ષપર્યતા સર્વાન આ પામર : પ્રજ્ઞા વા, આ સમન્નાદ્રાતિ યઃ સ સર્વરક્ષઃ પ્રધાનોfધારા, મુરધ્યમંત્રીત્યર્થ સર્વ એટલે રાજાથી લઈને નગર શેઠ તથા પ્રજા વગેરે સર્વનું રક્ષણ કરે, તે સર્વરક્ષક અર્થાત્ પ્રધાન, મુખ્યમંત્રી. રાજા વગેરેની પ્રશંસા :|६ जे भिक्खू रायं अच्चीकरेइ अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू रायारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંગરક્ષકનું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |८ जे भिक्खू णगरारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નગર રક્ષક(કોટવાળ)નું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | ९ जे भिक्खू णिगमारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિગમ રક્ષક-નગર શેઠનું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, |१० जे भिक्खू सव्वारक्खियं अच्चीकरेइ, अच्चीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક-મુખ્યમંત્રીનું ગુણકીર્તન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં રાજા આદિની પ્રશંસાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
પૂર્વના સુત્ર(૧ થી ૫)માં રાજા વગેરેને વશ કરવાનું કથન છે. વ્યક્તિની પ્રશંસા કરવાથી તે વ્યક્તિ સરળતાથી પોતાને વશ બની જાય છે. અ રે સૂત્ર કરી સૂત્રનું પૂરક સૂત્ર જ છે. અશ્વીર - અતિ -શનિવર્નનાંતિ - શૌર્યાદિ ગુણોનું કીર્તન કરવું, પ્રશંસા કરવી. તેના બે પ્રકાર છે– (૧) સત્ ગુણકીર્તન. જે વ્યક્તિમાં જે ગુણ વિદ્યમાન હોય, તેવા ગુણોનું વર્ણન કરવું અને (૨) અસત્ ગુણકીર્તન. વ્યક્તિમાં જે ગુણો વિદ્યમાન ન હોય તેનું ગુણકીર્તન કરવું. તે ગુણકીર્તન સ્વયં પોતે કરે તો પ્રત્યક્ષ ગુણકીર્તન કહેવાય અને બીજા દ્વારા ગુણકીર્તન કરાવે તો તે પરોક્ષ કહેવાય. પ્રત્યક્ષ કે પરોક્ષ, સતુ કે અસતુ ગુણકીર્તન પ્રશસ્ત હેતુથી કરે તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને જો અપ્રશસ્ત હેતુથી કરે તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ હોય છે.