________________
ઉદ્દેશક-૪
૩ |
• ચોથો ઉદ્દેશક બે Ele/K૧ર૮ લઘ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન VEJE.
રાજા વગેરેનું વશીકરણ:| १ जे भिक्खू रायं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू रायारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રાજાના અંગરક્ષકને વશ કરે કે વશકરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू णगरारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી નગરરક્ષકને–કોટવાલને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खू णिगमारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નિગમ રક્ષક-નગર શેઠને વશ કરે કે વશ કરનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू सव्वारक्खियं अत्तीकरेइ, अत्तीकरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સર્વરક્ષક-મુખ્યમંત્રીને વશ કરે કે વશકરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન - અરજરેટ્ટ :- આત્મીરોતિ સ્વાધીન નથતિ રાજા વગેરેને પોતાને વશ કરવા, પોતાને આધીન કે અનુકૂળ બનાવવા. રાજાને વશ કરવાના કારણો - રાજા વગેરેને વશ કરવાના કારણો બે પ્રકારના હોય છે– (૧) પ્રશસ્ત કારણ અને (૨) અપ્રશસ્ત કારણ. સંકટકાલીન પરિસ્થિતિમાં સંઘહિતાર્થ, સંઘરક્ષણાર્થ જેવા શુભ કારણો અને શુભ પ્રયત્નોથી સ્વલબ્ધિ દ્વારા રાજા વગેરેને વશ કરે, તો તે પ્રશસ્ત કારણ કહેવાય છે અને (૨) અન્યનું અહિત કરવા, પોતાની પ્રતિષ્ઠા વધારવા, પોતાના કોઈ સ્વાર્થના કારણે છળ-કપટ વગેરેનો આશ્રય લઈ રાજા વગેરેને વશ કરવામાં આવે, તો તે અપ્રશસ્ત કારણ કહેવાય છે. આ સૂત્રમાં પ્રશસ્ત કારણથી રાજા વગેરેને વશ કરવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. અપ્રશસ્ત કારણથી જો રાજા વગેરેને વશ કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ હોય છે. રાજા વગેરેને વશ કરવાથી થતાં નુકસાન ઃ- (૧) શ્રી સૂયગડાંગ સૂત્રમાં રાજા વગેરેનો સંસર્ગ કરવાનો નિષેધ છે– સંસજ અસાદું રાહિં, અમારી ૩ તાપથરસ વિ - સૂયડાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ગાથા–૧૮. સંયમ સાધનામાં રત સાધુઓ માટે રાજાનો પરિચય અને સંસર્ગ હિતકારી નથી. તે સંયમમાં અસમાધિ ઉત્પન્ન કરવાનું કારણ બની શકે છે.