________________
[ 2 ]
શ્રી નિશીથ સૂત્ર
ચોથો ઉદેશક | પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૧૨૮ પ્રકારના લઘુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે. યથા–
રાજા, રાજાના રક્ષક, નગરરક્ષક, નિગમરક્ષક, સર્વરક્ષક(મંત્રી) આદિને વશ કરવા, તેઓના ગુણગાન કરવા તથા તેઓને પોતાની તરફ આકર્ષિત કરવા, ગ્રામરક્ષક, દેશરક્ષક, સીમારક્ષક, રાજ્યરક્ષક, સર્વરક્ષક(મંત્રી) આદિને વશ કરવા, ગુણગાન કરવા તથા તેઓને પોતાની તરફ આકર્ષિત કરવા.
સચિત્ત ધાન્યનો આહાર કરવો, આચાર્યાદિની આજ્ઞા વિના દૂધાદિ વિગયો વાપરવા, સ્થાપના કુલોને જાણ્યા વિના ભિક્ષાચર્યાને માટે જવું, નિગ્રંથીઓના ઉપાશ્રયમાં અવિધિથી પ્રવેશ કરવો, નિગ્રંથીઓના આગમન પથમાં દંડાદિ રાખવા, નવો કલહ ઉત્પન્ન કરવો, ઉપશાંત કલહને ફરી ઉત્પન્ન કરવો, મોટેથી ખડખડાટ હસવું; પાર્થસ્થ, અવસગ્ન, કુશીલ, સંસકત, નિત્યક આ પાંચને પોતાનો સંઘાડો સોંપવો અથવા તેઓનો સંઘાડો લેવો; અષ્કાય, પૃથ્વીકાય અને વનસ્પતિકાય આદિ સચિત્ત પદાર્થોથી લિપ્ત હાથ દ્વારા આહારાદિ ગ્રહણ કરવા.
સાધુએ સાધુના શરીરનું પરિકર્મ કરવું, સંધ્યા સમયે ત્રણ સ્થડિલ ભૂમિનું પ્રતિલેખન ન કરવું, ટૂંકી ઈંડિલ ભૂમિનો ઉપયોગ કરવો, અવિધિથી પરઠવું તથા તે સંબંધી વિધિ-નિષેધોનું પાલન ન કરવું, પ્રાયશ્ચિત વહન કરનારની સાથે ગોચરીએ જવું કે સાથે જવા માટે તેને આમંત્રણ આપવું ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.