________________
ઉદ્દેશક-૪
|
૯
|
અથવા જે ઘરોમાં સાધુ આદિના નિમિત્તે આહારાદિ, વસ્ત્રાદિ, ઔષધાદિ અલગ સ્થાપિત કરીને રાખવામાં આવે, તે પણ સ્થાપના કુળ કહેવાય છે. બાલ-ગ્લાન, વૃદ્ધ, આચાર્ય, અતિથિમુનિ માટે જ્યારે વિશેષ વસ્તુની આવશ્યકતા હોય ત્યારે ગીતાર્થ બહુશ્રુત મુનિ તે સ્થાપિત કુળોમાં ભિક્ષા માટે જાય છે, તેથી સાધારણ પરિસ્થિતિમાં સામાન્ય સાધુ માટે તે સ્થાપિત કુળોમાં જવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. અગાયિ:- કોઈના કહેવાથી કે સ્વતઃ, પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાનથી આવા કુળોની જાણકારી મેળવ્યા વિના. કવિ :- સ્થાપના કુળના માલિકના નામ-ગોત્ર પૂછયા વિના. કાલિય - વૃક્ષ, સૂપ આદિ ચિહ્ન દ્વારા તે ઘર ઓળખી શકાય, તેવા ચિહ્ન-સંકેત આદિની ગવેષણા કર્યા વિના સાધુ ગોચરીએ જાય નહિ. સ્થાપનાકુળની જાણકારી આદિ મેળવ્યા વિના જાય તો, તેવા કુળોમાં ગોચરી અર્થે પહોંચી જવાની સંભાવના રહે છે.
સ્થાપના કુળોમાં જવાથી અવ્યવસ્થા થાય, ગુરુ-અદત્ત દોષ લાગે અને આવશ્યકતાના સમયે વિશિષ્ટ પદાર્થની પ્રાપ્તિ દુર્લભ બને માટે સાધુ સ્થાપના કુળમાં ભિક્ષાર્થ ન જાય અને તે કુળોની જાણકારી કરીને જ ગોચરી અર્થે નીકળે. સાધ્વીના ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ:३४ जे भिक्खू णिग्गंथीणं उवस्सयंसि अविहीए अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ સાધ્વીઓના ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુને નિષ્કારણ સાધ્વીઓના ઉપાશ્રયમાં પ્રવેશ કરવો કલ્પતો નથી. કોઈ પ્રયોજનથી સાધુને સાધ્વીના ઉપાશ્રયમાં જવું આવશ્યક બને ત્યારે સાધુએ વિધિપૂર્વક પ્રવેશ કરવો જોઈએ. ભાષ્યકારે પ્રવેશ વિષયક ચૌભંગી બતાવી છે. ચૌભેગી - (૧) અકારણ વિધિપૂર્વક, (૨) સકારણ અવિધિપૂર્વક, (૩) અકારણ અવિધિપૂર્વક અને (૪) સકારણ વિધિપૂર્વક. પ્રથમના ત્રણ ભંગથી પ્રવેશ કરે, તો પ્રાયશ્ચિત્ત આવે છે, સાધુએ ચોથા ભંગ પ્રમાણે જ પ્રવેશ કરવો જોઈએ. વિધિ - સાધુએ સાધ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પૂર્વે ઉપાશ્રયની બહાર ઊભા રહી સંબોધનના શબ્દથી અથવા અન્ય કોઈ શબ્દ દ્વારા થોડો સમય વ્યતીત થયા પછી પ્રવેશ કરવો અથવા સાધ્વી પધારો કે તેવા સંકેતરૂપ શબ્દથી બોલે ત્યારપછી પ્રવેશ કરવો જોઈએ. તે વિધિ પ્રવેશ કહેવાય છે. પોતાના આગમનને સૂચિત કર્યા વિના મૌનપણે પ્રવેશ કરવો, તે અવિધિ કહેવાય. સાધ્વીના માર્ગમાં ઉપકરણ રાખવા - ३५ जे भिक्खू णिग्गंथीणं आगमणपहंसि, दंडगंवा लट्ठियं वा रयहरणं वा मुहपोत्तियं वा अण्णयरं वा उवगरणजायं ठवेइ, ठवेंत वा साइज्जइ ।