________________
ઉદ્દેશક-૩
૫૭
ગોચરી, સ્પંડિલ અને સ્વાધ્યાય ભૂમિમાં સાધુ માથે ઓઢીને જાય, તો તેનું પણ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. भिक्खु वियार विहारे, दुइज्जतो य गामाणुगामिं
दुवारं भिक्खु, जो कुज्जा आणमादीणि ॥ १५२४ ॥
સીસકુવારિય:- મસ્તકને આવિરત કરવું. વિહાર, ગોચરી આદિ કાર્ય અર્થે બહાર જાય કે ત્યારે મસ્તક પર વસ્ત્રાદિ ઓઢીને જવું તે ‘લિંગ-વિપર્યાસ’ છે, તેથી સાધુ અકારણ મસ્તક ઢાંકીને વિહારાદિ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. વૃદ્ધાવસ્થામાં કે કોઈ બીમારીમાં અસહ્ય ગરમી-ઠંડીમાં મસ્તક ઢાંકીને જવું તે ‘સકારણ’ છે. તેનું અહીં પ્રાયશ્ચિત્ત વિધાન નથી. લિંગ વિપર્યાસને કારણે સાધ્વી મસ્તક ઢાંક્યા વિના રહે તો પ્રાયશ્ચિત્ત આવે છે તેમ સમજવું જોઈએ. સાધુને ઉપાશ્રયમાં મસ્તક ઢાંકીને બેસવા વગેરેનું પ્રાયશ્ચિત્ત નથી. રાત્રિએ મળ-મૂત્ર પરિત્યાગ માટે મસ્તક ઢાંકીને બહાર જવાની પરંપરા છે, તેથી તેનું પણ પ્રાયશ્ચિત્ત નથી. વશીકરણ અર્થે દોરા બનાવવા :
४१ जे भिक्खू सणकप्पासओ वा उण्णकप्पासओ वा पोंडकप्पासओ वा अमिलकप्पासओ वा वसीकरणसुत्ताइं करेइ, करेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સણના કપાસથી, ઊનના કપાસથી, પોંડના કપાસથી કે અમિલના કપાસથી વશીકરણ કરવા માટેના દોરા બનાવે કે બનાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનેક જાતની પૂણીથી દોરા બનાવી, તેને મંત્રિત કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કથન છે.
(૧) સણ–પ્રસિદ્ધ વનસ્પતિ. (૨) ઊન—ઘેટાના વાળ. (૩) પોંડ–રૂનું કપાસ. (૪) અમિલ– આંકડાનો કપાસ; આ ચાર પ્રકારના કપાસનું સૂત્રમાં કથન છે, તેમ છતાં અન્ય પણ સંભવિત કપાસથી મંત્રિત દોરા બનાવવાનું પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ.
રુપાલ :– કાંતવા યોગ્ય સ્થિતિમાં જે ઊન તથા રૂની પૂણી આદિ હોય તેને અહીં કપાસ કહ્યો છે. વસીરપ સુત્તારૂં:- કપાસમાંથી સૂતરનો દોરો બનાવીને અથવા દોરો વણીને મંત્રથી અભિમંત્રિત કરીને તેના પ્રયોગથી કોઈને વશીભૂત કરાય તે વશીકરણ સૂત્ર–દોરા કહેવાય.
ગૃહસ્થના સ્થાનમાં પરઠવું:
४२ जे भिक्खू हिंसि वा गिहमुहंसि वा गिहदुवारियंसि वा गिहपडिदुवारियंसि वा गिलुयंसि वा गिहंगणंसि वा गिहवच्चंसि वा उच्चार- पासवणं परिट्ठवेइ परिट्ठवेंतं वा साइज्जइ ।
-
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં, ઘરના મુખ્ય દ્વારની સામે, ઘરના પ્રવેશદ્વારમાં–ડેલામાં, ઘરના પ્રતિદ્વારમાં, દ્વાર અને પ્રતિદ્વારના વચ્ચે બંને બાજુના ઓટલામાં, ઘરના આંગણામાં કે ઘરના સંડાસ-બાથરૂમના સ્થાનમાં, મળ-મૂત્રને પરહે અથવા પરઠનારનું અનુમોદન કરે,
४३ जे भिक्खू मडगगिहंसि वा मडगछारियंसि वा मडगथ्रुभियंसि वा मडगआसयसि