________________
[
પ
]
શ્રી નિશીથ સુત્ર
वा विसोहेज्ज वा णीहरंतं वा विसोहत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર ઉપરથી સ્વેદ- પરસેવાને, જલ્લ–પાણીની જેમ ટપકતા પરસેવાને, પંક–પરસેવા સાથે ધૂળ મિશ્રિત થઈ ગઈ હોય તેને, મલ–શરીર ઉપર જામી ગયેલી ધૂળને દૂર કરે, વિશુદ્ધ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
આ સૂત્રમાં શરીર પરથી પરસેવા અને તેના મેલને દૂર કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેય - સેલો- સ્વ- પ્રવેલા થોડો પરસેવો. ગci-fથi(કન્સ્ટ્રક) નો ભવતિ ઘણો પરસેવો એટલે પાણીની જેમ ટપકતો પરસેવો “જલ્લ' કહેવાય છે. પં વ પ ર સંતનાત્કૃતિપૂણિપુસ્ત-- પસીના સાથે ધૂળાદિ મિશ્રિત થતાં ઉત્પન્ન ભીનાશવાળા મેલને પંક કહેવામાં આવે છે. મહત્ત- નો પુખ ૩ત્તરમાળો છો, રજૂ ના શરીર ઉપર જામી ગયેલો અને સ્પર્શ આદિ દ્વારા ઉતરીને સાફ થઈ જાય તેવો સૂકો મેલ “માલ” કહેવાય છે.
સ્વસ્થ અને સમર્થ સાધકે જલ્લ પરીષહને અગ્લાન ભાવથી સહન કરવો જોઈએ. અલ્પ સામર્થ્યવાળા સાધકે પણ સામર્થ્યનુસાર મેલ પરીષહને સહન કરવાની ભાવના રાખવી જોઈએ અને નિષ્કારણ પરિકર્મ પ્રવૃત્તિ કરવી ન જોઈએ. પ્રત્યેક વ્યક્તિની સહનશક્તિ કે તેના સમાધિભાવ અનુસાર જ તેની સકારણતા-નિષ્કારણતાનો નિર્ણય થાય છે. આંખ, કાન આદિના મેલનું નિવારણ:३९ जे भिक्खू अप्पणो अच्छिमलं वा कण्णमलं वा दंतमलं वा णहमलं वा णीहरेज्ज वा विसोहेज्ज वा णीहरंतं वा विसोहतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના આંખના મેલને, કાનના મેલને, દાંતના મેલને કે નખના મેલને દૂર કરે, વિશુદ્ધ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સાધુ-સાધ્વીએ પોતાના સામર્થ્ય–અનુસાર શરીરથી નિરપેક્ષ રહેવું જોઈએ. તેમ છતાં સ્થવિર કલ્પી સાધુને વિવેક પૂર્વક શરીર સંબંધી પ્રવૃત્તિઓ કરવાનો એકાંતે નિષેધ નથી, સાધુ પૂર્ણરૂપે શરીર લક્ષી વૃત્તિવાળો ન થઈ જાય તે માટે અહીં તે ક્રિયાઓનું લઘુ માસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. દાંતમાંથી અનાજના કણ, નખમાંથી મેલ કે આંખમાં રોગના કારણે થતા મેલને કાઢે તો તે સકારણ કહેવાય, તેનું પ્રાયશ્ચિત્ત વિધાન નથી. વિહારમાં મસ્તક ઢાંકવું - |४० जेभिक्खूगामाणुगामंदूइज्जमाणे अप्पणो सीसदुवारियं करेइ, करेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પોતાના મસ્તકને ઢાંકીને વિહાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સાધુ માથે ઓઢીને ગ્રામાનુગ્રામ વિહાર કરે, તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે, ભાષ્યમાં