________________
ઉદ્દેશક-૩
[ ૫૫ ]
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી એકવાર કે અનેકવાર ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી દાંતને ધુએ કે ધોનારનું અનુમોદન કરે, |३५ जे भिक्खू अप्पणो दंते फुमेज्ज वा रएज्ज वा फुतं वा रएंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાના દાંતને ચમકીલા બનાવે કે રંગે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, તેને તથા ઉપરોક્ત પ્રત ક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
આ સૂત્રમાં દાંતની શોભા વધારવા દંતમંજન અને દંતપ્રક્ષાલન સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે, દશ. અ. ૩, ગા. ૩માં દંતપ્રક્ષાલનને ‘અનાચાર' કહ્યો છે. ઔપપાતિક સુત્ર આદિ આગમોમાં અવત ધોવા નું શ્રમણચર્યા રૂપે કથન છે. આગામોમાં બ્રહ્મચર્યનું સુગમતાથી પાલન કરવા માટે અસ્નાન, અદંતધોવન જેવા નિયમો બતાવ્યા છે, માટે સાધુએ નિષ્કારણ દંતમંજન કે દંત પ્રક્ષાલન કરવા ન જોઈએ. દાંત સંબંધિત રોગોના કારણે મંજનાદિ કરવા પડે તો સકારણ ગણાય અને તેનું પ્રાયશ્ચિત્ત નથી. હોઠ સુશોભન - |३६ जे भिक्खू अप्पणो उढे आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जंतं वा पमजतं वा साइज्जइ । एवं उढे पायगमो भाणियव्वो । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના હોઠને એકવાર કે અનેકવાર આમર્જન કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, આ રીતે પગ સંબંધી છક્રિયાના આલાપકની(સુત્ર ૧૬થી ૨૧) સમાન હોઠ સંબંધી છ આલાપક કહેવા જોઈએ. નેત્ર પરિકર્મ - |३७ जे भिक्खू अप्पणो अच्छीणि आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जंत वा पमज्जतं वा साइज्जइ । एवं पायगमेणं णेयव्वं ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાની આંખનું એકવાર કે વારંવાર આમર્જન કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, આ રીતે પગ સંબંધી છ ક્રિયાના આલાપક (સૂત્ર ૧૬ થી ૨૧)ની સમાન આંખ સંબંધી છ ક્રિયાના આલાપક પણ કહેવા જોઈએ. વિવેચન :
પગ સંબંધી છ સૂત્રોની સમાન આ સૂત્રોનું વિવેચન સમજી લેવું જોઈએ, પરંતુ પગ સંબંધી આમર્જન, મર્દન, માલિશ આદિ ક્રિયાઓ કરવામાં અને આંખ સંબંધી ક્રિયાઓ કરવામાં તફાવત છે આંખ સંબંધી પુના -ર માં મહેંદી, તેલ આદિના સ્થાને અંજન આંજવું વગેરે સમજવું અર્થાત્ કાજળ, સુરમા, ગુલાબ જળ, દવાના ટીપાં વગેરેનો આંખ માટે ઉપયોગ થાય છે. પરસેવાનું નિવારણ - ३८ जे भिक्खू अप्पणो कायाओ सेयं वा जल्लं वा पंकं वा मलं वा णीहरेज्ज