________________
[ ૧૮ ]
શ્રી નિશીથ સૂત્ર
वा मडगलेणंसि वा मडगथंडिलंसि वा मडगवच्चंसि वा उच्चार-पासवणं परिट्ठवेइ, परिटुवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મૃતકગૃહમાં–સ્મશાનમાં(બાળતાં પહેલાં મૃતકને રાખવાની જગ્યામાં), મૃતકની રાખ પડી હોય તે સ્થાન પર, મૃતકસ્તૂપ પર, મૃતકના આશ્રય- સ્મશાન પ્રવેશ પૂર્વે મૃતકને વિસામો આપવાના સ્થાન પર, મૃતકલયન-મૃતકના દાહક્રિયાના સ્થાનમાં, મૃતકÚડિલ-મૃતકના બળી ગયેલા હાડકા નાખવાની જગ્યામાં, મૃતકવચ્ચ–સ્મશાનની અન્ય ખુલ્લી ભૂમિ પર મળ-મૂત્ર પરડે કે પરઠનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू इंगालदाहंसि वा खारदाहंसि वा गायदाहंसि वा तुसदाहंसि वा भुसदाहसि वा उच्चार-पासवणं परिढुवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી કોલસા બનાવવાના સ્થાન પર, ક્ષાર બનાવવાના સ્થાન પર, પશુઓને ડામ દેવાના સ્થાન પર, ધાન્યના ફોતરા અથવા ભૂસું બાળવાના સ્થાન પર મળ-મૂત્રને પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू अभिणवियासु वा गोलेहणियासु, अभिणवियासु वा मट्टियाखाणिसु, परिभुज्जमाणियासु वा अपरिभुज्जमाणियासु वा उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं વા સાઝ . ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નવી ખેડાયેલી ભૂમિમાં, નવી ખોદેલી માટીની ખાણમાં કે જે લોકોના ઉપયોગમાં હોય અથવા ઉપયોગમાં ન હોય, તેવા સ્થાન પર મળ-મૂત્રને પરઠ કે પરઠનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू सेयाययणंसि वा पंकसि वा पणगंसि वा उच्चार-पासवणं परिट्ठवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઘણા કાદવવાળા સ્થાન, કીચડવાળા સ્થાન, લીલફૂગવાળા સ્થાન પર મળમૂત્ર પરઠે કે પરઠનારનું અનુમોદન કરે,
४७ जे भिक्खू उंबरवच्चंसि वा णग्गोहवच्चंसि वा असोत्थवच्चंसि वा સવાર-પાસવાં પદવે, દુર્વેત વા સારૂનારૂ I ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ઉમરા, વડ કે પીપળાના ફળ સંગ્રહ કરવાના સ્થાન પર મળ-મૂત્ર પરઠે કે પરઠનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू डागवच्चंसि वा सागवच्चंसि वा मूलगवच्चंसि वा कोत्थुबरिवच्चंसि वा खारवच्चसि वा जीरयवच्चंसि वा दमणगवच्चसि वा मरुगवच्चसि वा उच्चारपासवणं परिट्ठवेइ परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ભાજી, શાક, મૂળા, કોથમીર, ખાર, જીરું, દમનક, મરુક વગેરે વનસ્પતિઓના ઢગલા પર કે વાડીઓમાં મળ-મૂત્ર પરઠે અથવા પરઠનારનું અનુમોદન કરે,