________________
ઉદ્દેશક-૩
[ ૫૩ ]
કૃમિ કાઢવા - ३० जे भिक्खू अप्पणो पाउकिमियं वा, कुच्छिकिमियं वा, अंगुलीए णिवेसियणिवेसिय णीहरइ, णीहरतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અપાનદ્વારના રહેલા કૃમિને તથા કુક્ષિકૃમિને આંગળી વડે કાઢે કે કાઢ નારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પેટમાં ઉત્પન્ન થતાં કરમીયા આદિને બહાર કાઢવાથી તે જીવોની વિરાધનાથી સંયમ વિરાધના , આત્મવિરાધના થાય છે. સંયમાર્થીએ કૃમિજન્ય દુઃખને અદીનભાવે, સમભાવે સહન કરવું જોઈએ. નખ સુશોભન - ३१ जे भिक्खू अप्पणो दीहाओ णहसीहाओ कप्पेज्ज वा, संठवेज्ज वा, कप्त वा संठवेत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના વધેલા નખને(સુશોભન અર્થે) કાપે, સરખા કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રમાં નખ કાપવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુએ શોભા કે વિભૂષાની દષ્ટિએ નખ કાપવા ન જોઈએ.
આગમમાં સાધુને એકાંતે નખ કાપવાનો નિષેધ નથી. આચા., શ્ર.-૨, અ.-૭, ઉ.–૧માં પોતાના માટે ગ્રહણ કરેલું નખછેદનક અન્યભિક્ષુને આપવું નહિ અને ગૃહસ્થને પાછું આપવાની વિધિ પણ બતાવી છે તથા પ્રસ્તુત સૂત્રના પહેલા ઉદ્દેશકમાં નખ કાપવાનું કહીને નખછેદનક લાવ્યા હોય અને અન્ય કાર્ય કરે તો પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
સાધ નિષ્કારણ એક માત્ર વિભષાની દષ્ટિએ નખ કાપે કે નખને આકાર આપે, તો તેનું પ્રાયશ્ચિત્ત પ્રસ્તુત સૂત્રમાં છે. સેવા આદિ કાર્યમાં વધેલા નખ બાધારૂપ થતા હોય તથા સ્વયંને પણ પ્રવૃત્તિઓમાં આત્મ વિરાધનારૂપ થતાં હોય ત્યારે જરૂરી લાગતાં નખ કાપે તો તે સકારણ કહેવાય છે, સ્વાથ્યને જાળવવા માટે નખકાપવાનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. વાળ સુશોભન - ३२ जे भिक्खू अप्पणो दीहाई जंघरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं वा संठेवेत वा साइज्जइ ।
जे भिक्खू अप्पणो दीहाई वत्थिरोमाई कप्पेज्ज वा संठवेज्ज वा कप्तं संठवेंतं वा साइज्जइ ।