________________
[ પર |
શ્રી નિશીથ સૂત્ર
આ છ ક્રિયા માટે અહીં છ સૂત્ર આપવામાં આવ્યા છે. પ્રત્યેક સૂત્રમાં આગળ-આગળની એક-એક ક્રિયા ઉમેરવામાં આવી છે અને પૂર્વની ક્રિયાનું પુનરુચ્ચારણ છે.
કાય સંબંધી, શરીર સંબંધી અને ત્રણ સંબંધી છ-છ ક્રિયાઓ એક સરખી છે. તે છએ ક્રિયાઓ સ્વતંત્ર અને અક્રમિક છે અર્થાત્ છ ક્રિયાઓ ક્રમથી જ કરવી પડે તેવું જરૂરી નથી, ક્યારેક કોઈ એક-બે ક્રિયા પણ થાય છે. શલ્ય ચિકિત્સા સંબંધી છ સૂત્રોમાં વર્ણિત ક્રિયાઓ પરસ્પર સંબંધિત અને ક્રમિક છે. ગૂમડાં વગેરેનું છેદન ન કરે તો લોહી-પરુ કાઢી ન શકે. લોહી-પરુ કાઢ્યા પછી જ તેને ધોવા અને સાફ કરવાની વાત શક્ય બને. આ રીતે આ ચોથા સૂત્ર-ષક સંબંધી જી એ ક્રિયાઓ સામાન્યતઃ ક્રમિક અને પરસ્પર સંબંધિત છે. અપાય.. ગM - લોકમાં શસ્ત્ર, લેપ, ધૂપ વગેરેના અનેક પ્રકાર (જાતિ) પ્રાપ્ત થાય છે. તે અનેક પ્રકાર (જાત)માંથી કોઈપણ એક શસ્ત્ર, લેપ કે ધૂપાદિ દ્વારા ઉપરોક્ત ક્રિયા સાધુ કરે, તે સૂચવવા સુત્રકારે અUUM અને નાણM શબ્દનો પ્રયોગ કર્યો છે.
ગૂમડાં આદિની છેદન ક્રિયા માટે “આચ્છિદ’ અને ‘વિચ્છિદ’ આ બે ક્રિયાપદનો પ્રયોગ છે. તેમાં પ્રથમ પ્રયોગ એકવાર અથવા અલ્પ અર્થમાં અને બીજીવારના ક્રિયાપદનો પ્રયોગ અનેકવાર અથવા વધુ અર્થમાં થયો છે, તેમ સર્વત્ર સમજવું.
વ્રણ, ગંડમાળ આદિ કોઈ પણ રોગ થાય ત્યારે અશાતાવેદનીયના ઉદયે આ રોગ થયો છે, તેમ ચિંતવી સાધુએ, પ્રસન્નચિત્તથી, અદીનવૃત્તિથી, કર્મનિર્જરાનું લક્ષ્ય રાખી, સમભાવ રાખવો જોઈએ. જિનકલ્પી સાધુ તો હંમેશાં સમતા ભાવમાં જ રહે છે અને સ્થવિરકલ્પી સતત સમભાવમાં રહેવા પુરુષાર્થશીલ હોય છે તેમ છતાં વેદના અસહ્ય થાય, સ્વાધ્યાય આદિ કાર્યમાં તેમજ ચિત્ત સમાધિમાં વિક્ષેપ થતો હોય, ત્યારે (૧) સૂત્ર અને અર્થનો વિચ્છેદ ન થાય, (૨) સંયમી જીવનનું પાલન થાય, (૩) સમાધિભાવ પૂર્વક મૃત્યુ થાય અને (૪) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વૃદ્ધિ થાય, આ લક્ષ્ય છેદનાદિ ક્રિયા કરે, તો તે સકારણ ચિકિત્સા કહેવાય છે, તે માટે પ્રાયશ્ચિત્ત નથી. ભાષ્યમાં આ ભાવાર્થને સૂચિત કરતી ત્રણ ગાથા આ પ્રમાણે છે
णिक्कारणे ण कप्पति, गंडादीएस छेअ-धुवणादी । आसज्ज कारण पुण, सो चेव गमो हवइ तत्थ ॥१५०७॥ णच्चुपतितं दुक्खं, अभिभूतो वेयणाए तिव्वाए । अद्दीणो अव्वहिओ, तं दुक्खं अहियासए सम्मं ॥१५०८॥ अव्वोच्छित्ति णिमित्तं जीवट्ठिए समाहि हेउं वा ।
पमज्जणादि तु पदे, जयणाए समायरे भिक्खू ॥१५०९॥ ગાથાર્થ :- સાધુને ગંડમાળાદિનું છેદન-ધૂપનાદિ કાર્ય નિષ્કારણ કલ્પતું નથી. કારણ ઉપસ્થિત થાય તો તેમ કરી શકે છે. / ૧ | તીવ્ર વેદનાથી અભિભૂત–દુઃખને પ્રાપ્ત થયેલા સાધુ, વ્યથિત બન્યા વિના તે દુઃખને સમભાવથી સહન કરે. ને ૨ | સ્વાધ્યાય આદિનો વિચ્છેદ ન થાય, તથા આત્માની ચિત્ત સમાધિ જળવાઈ રહે અને યતનાપૂર્વક સંયમ પ્રવૃત્તિઓ થાય તે માટે સાધુ શરીર પરિકર્મ કરે. // ૩ //