________________
ઉદ્દેશક-૩
૫૧ |
ભગંદર વગેરેને તીક્ષ્ણ શસ્ત્રથી છેદીને, પરુ-લોહી કાઢીને, ગરમ કે ઠંડા અચિત્ત પાણીથી ધોઈને, એકવાર કે અનેકવાર મલમ લગાડે કે લગાડનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू अप्पणो कार्यसि गंडं वा पिलगं वा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं आच्छिदित्ता विच्छिदित्ता पूर्व वा सोणियं वा णीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेग वा उच्छोलित्ता पधोवित्ता, अण्णयरेणं आलेवणजाएणं आलिंपित्ता विलिंपत्ता तेल्लेण वा जाव णवणीएण वा अब्भगेज्ज वा मक्खेज्ज वा अब्भंगेंतं वा मक्खेंत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગુમડાં, ફોડલીઓ, હરસ-મસા કે ભગંદરને કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી છેદીને, લોહી-પરુ કાઢી, ગરમ કે ઠંડા અચિત્ત પાણીથી ધોઈ, મલમ લગાવીને તેલ, ઘી, માખણ કે સ્નિગ્ધ પદાર્થનું એકવાર કે વારંવાર માલિશ કરે કે માલિશ કરનારનું અનુમોદન કરે, | २९ जे भिक्खू अप्पणो कार्यसि गंडं वा पिलगंवा अरइयं वा अंसियं वा भगंदलं वा अण्णयरेणं तिक्खेणं सत्थजाएणं, आच्छिदित्ता विच्छिदित्ता पूर्व वा सोणियं वा णीहरित्ता विसोहित्ता, सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलित्ता पधोवित्ता, अण्णयरेणं आलेवणजाएणं आलिंपित्ता विलिंपित्ता तेल्लेण वा जाव णवणीएण वा अब्भंगेत्ता मक्खेत्ता, अण्णयरेणं धूवजाएणं धूवेज्ज वा पधूवेज्ज वा धूवेंतं वा पधूवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીર પરના ગંડમાળ, ગૂમડાં, ફોડલીઓ, હરસ-મસા કે ભગંદરને તીક્ષ્ણ શસ્ત્રથી છેદી, પરુ-લોહી કાઢી, ગરમ કે ઠંડા અચિત્ત પાણીથી ધોઈ, મલમ લગાવી, માલિશ કરી સુગંધિત પદાર્થથી એકવાર કે વારંવાર સુગંધિત કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત છ સૂત્રોમાં શરીર પર થતાં ગંડમાળ વગેરેની શલ્યક્રિયા-છેદનક્રિયા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. આ સૂત્રોમાં ગંડમાળ, ગૂમડાં, અરતિકા, અર્શ, ભગંદર આ પાંચનો નામોલ્લેખ છે પરંતુ તેનાથી તેના જેવા અન્ય દર્દીનું પણ ગ્રહણ થઈ જાય છે.
- ગંડમાળ. કાનની નીચેથી કંઠ તથા ડોક સાથે સંબંધિત ગાંઠ વિશેષ. પિત્તન- પગમાં થયેલા ગૂમડાં. અહીં પગના ગૂમડાંથી આખા શરીર પર થતાં ગૂમડાં ગ્રહણ કરી લેવા. બરનાની-નાની ફોડકીઓ. જેની વેદનાથી મનમાં અરતિ ભાવ ઉત્પન્ન થાય છે, જેને ખંજવાળવાથી તત્કાલ સુખ લાગે પણ પાછળથી ઘણું દુઃખ થાય છે, તેવી અળાઈયો કે ફોડકીઓ. સિ– હરસ-મસાભાવગુહ્યસ્થાનમાં થયેલું ગૂમડું. આ છ સૂત્રમાં ગૂમડાં વગેરેની શલ્ય ચિકિત્સા સંબંધી ક્રમિક છ ક્રિયા બતાવી છે. જેમ કે– ગૂમડાં વગેરે પર– (૧) પહેલાં કોઈ તીક્ષ્ણ શસ્ત્ર દ્વારા ચેકો મૂકી, (૨) તેમાંથી લોહી-રસી કાઢી (૩) તે ઘાને ધોઈ-સાફ કરી (૪) તેના ઉપર મલમ લગાડી, (૫) માલિશ કરી (૬) તેમાંથી દુર્ગધ આવતી હોય તો તેને સુગંધી પદાર્થથી સુગંધિત કરવામાં આવે છે.