________________
ઉદ્દેશક-૩
૪૯ ]
ઘુએ, જેમ કે- સાધુ વિહાર, સ્વાધ્યાય, ગોચરી, કરીને આવે અને પગધૂળવાળા થયા હોય તો તેનું આમર્જન-પ્રમાર્જન કરે, કાદવવાળા થયા હોય તો સાફ કરે તો તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન નથી, તેમ સમજવું.
તે જ રીતે વાયુ આદિ રોગ, થાક, વૃદ્ધાવસ્થા આદિના કારણે પગને દબાવે, માલિશ કરે તેમજ સૂત્રનિર્દિષ્ટ અન્ય ક્રિયાઓ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત નથી. સ્થવિરકલ્પી સાધુ માટે સહનશીલતાના અભાવમાં તથા વિશેષ કારણ ઉપસ્થિત થાય ત્યારે ઔષધ સેવનનો તથા શરીરનું પરિકર્મ કરવાનો નિષેધ નથી. ભાષ્યમાં પગ પરિકર્મના દોષોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે
संघट्टणा तु वाते, सुहुमे य अण्णे विराधए पाणे ।
बाउस दोस विभूसा, तम्हा ण पमज्जए पाए ॥१४९३॥ પગ સંબંધી પરિકર્મ કરવામાં સંઘટણાથી વાયુકાયના જીવની તથા હવામાં ઉડતા કીડી-પતંગિયા, મચ્છર આદિ સૂક્ષ્મ અન્ય અનેક જીવોની વિરાધના થાય, બકુશતાનો અને વિભૂષાનો દોષ થાય, બ્રહ્મચર્યની અગુપ્તિ થાય છે; તદુપરાંત પરિકર્મ પ્રવૃત્તિમાં રહેતાં સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રમાદ થાય છે અને લોકાપવાદ પણ થાય, માટે સાધુ કારણ વિના આવી પ્રવૃત્તિ ન કરે. કાયા સંબંધી પરિકર્મ:
२२ जे भिक्खू अप्पणो कायं आमज्जेज वा पमज्जेज्ज वा आमज्जंतं वा પન્નાં વા સાફા ! પર્વ પાયાને ચડ્યું . નાવ..... ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પોતાના શરીરનું એકવાર કે અનેકવાર પ્રમાર્જન કરે કે કરનારનું અનુમોદન કરે. આ રીતે પગ સંબંધી ક્રિયા કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેની સમાન કાયા સંબંધી છ ક્રિયા કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીરના પરિકર્મનું અતિદેશાત્મક વર્ણન છે. પૂર્વ સૂત્રોમાં પગ સંબંધી છ ક્રિયા કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે તે જ રીતે પ્રસ્તુતમાં સંપૂર્ણ શરીર સંબંધી છ ક્રિયા કરવાના પ્રાયશ્ચિત્તનું કથન છે. શેષ સર્વ વક્તવ્ય પૂર્વ સૂત્રો પ્રમાણે જ છે. શરીરના ઘા-વ્રણ સંબંધી પરિકર્મ - २३ जे भिक्खू अप्पणो कार्यसि वणं आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जतं वा पमज्जत वा साइज्जइ । एवं पायगमेण णेयव्वं । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના શરીરના ઘા ને એકવાર કે અનેકવાર સાફ કરે કે સાફ કરનારનું અનુમોદન કરે. આ રીતે પગ સંબંધી છ ક્રિયા કરવાના પ્રાયશ્ચિત્તની સમાન શરીરના ઘા સંબંધી છ ક્રિયાનું પ્રાયશ્ચિત્ત વિધાન સમજવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શરીરના ત્રણ–ઘાના પરિકર્મનું અતિદેશાત્મક વર્ણન છે. વ્રણના બે પ્રકાર છે