________________
[ ૪૮ ]
શ્રી નિશીથ સૂત્ર
અથવા બીજા કોઈ વિશેષ કારણથી જ્યાં આહાર હોય તે સ્થાન સુધી જવાની શક્યતા ન હોય તો ત્રણ ઓરડા જેટલા દૂરથી લાવેલા આહારને ગ્રહણ કરી શકાય છે. સૂત્રોક્ત મર્યાદા કરતા વધુ દૂરથી સાધુ આહાર ગ્રહણ કરે તો તે લઘુમાસિક પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પગ સંબંધી પરિકર્મ:|१६ जे भिक्खू अप्पणो पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा आमज्जतं वा पमज्जत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના પગનું એકવાર કે અનેકવાર આમર્દન કરે કેકરનારનું અનુમોદન કરે, |१७ जे भिक्खू अप्पणो पाए संबाहेज्ज वा पलिमद्देज्ज वा संबाहेंतं वा पलिमड़त वा साइज्जइ ।। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના પગને એકવાર કે અનેકવાર દબાવે કે દબાવનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू अप्पणो पाए तेल्लेण वा जाव णवणीएण वा अब्भंगेज्ज वा मक्खेज्ज वा अब्भंगेंतं वा मक्खेंत वा साइज्जइइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના પગને તેલ, ઘી, માખણ કે સ્નિગ્ધ પદાર્થ દ્વારા એકવાર કે વારંવાર માલિશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, | १९ जे भिक्खू अप्पणो पाए लोद्धेण वा कक्केण वा जाव वण्णेहिं वा उल्लोलेज्ज वा उव्वट्टेज्ज वा उल्लोलेंतं वा उव्वटेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના પગને લોધ, કલ્ક, ચૂર્ણ, અબીલચૂર્ણ, કમળ આદિ પુષ્પના ચૂર્ણથી એકવાર કે વારંવાર ચોળે કે ચોળનારનું અનુમોદન કરે,
२० जे भिक्खू अप्पणो पाए सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा उच्छोलेंतं वा पधोवेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાના પગને ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી એકવાર કે અનેકવાર ધુએ કે ધોનારનું અનુમોદન કરે, | २१ जे भिक्खू अप्पणो पाए फुमेज्ज वा रएज्ज वा फुमेंतं वा रएतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાના પગને તેલાદિ લગાવી ચમકીલા બનાવે કે અલતા, મહેંદી આદિથી રંગે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પગને ઘસવા કે સાફ કરવા, દબાવવા, માલિશ કરવા, ચોળવા, ધોવા અને રંગવા, આ છ પરિકર્મ ક્રિયાઓ બતાવી છે. આ ક્રિયાઓ સાધુ જો નિષ્કારણ કરે તો તેને અનાચાર કહે છે. સકારણ