________________
ઉદ્દેશક-૩
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી સંખડી જમણવાર માટે બનાવેલી રસોઈ જોઈને આ આપો, આ આપો, તેમ અશનાદિકના નામ નિર્દેશપૂર્વક ચાર પ્રકારનો આહાર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
બૃહત્કલ્પ ઉદ્દેશક–૧ તથા આચા., શ્ર.-૨, અ.-૧, ઉ.-૩માં સંખડીમાં જવાનો તથા તે દિશામાં ગોચરીએ જવાનો નિષેધ કરેલ છે, તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે.
સંખડીમાં જમણવારમાં ઘણા આરંભ-સમારંભથી સેંકડો વ્યક્તિઓ માટે આહાર બને છે, પૃથ્વીકાય વગેરે છકાયના જીવોના પ્રાણ ખંડિત થાય છે. તે સંયમ વિરાધના, આત્મ વિરાધનાનું સ્થાન હોવાથી સંખડીમાં જવાની સાધુને આજ્ઞા નથી.
ડિપોયણ – જમણવારના સ્વામીની આજ્ઞાથી તેના રસોડામાં પ્રવેશ કરી, સુગંધી ભાત આદિ જોઈને કોઈપણ આહારાદિના નામનિર્દેશપૂર્વક “આ આપો” “આ આપો” આ પ્રમાણે માંગવું, તે સંખડી પલોયણા કહેવાય છે. જમણવારમાં ખાધ સામગ્રી બનતી જોવી અને ત્યાંથી ઇચ્છિત વસ્તુ માંગી-માંગીને લેવી, તેનું આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. દૂરના ઓરડામાંથી લાવેલા આહારનું ગ્રહણ:|१५ जे भिक्खू गाहावइकुलं पिंडवाय-पडियाए अणुपविढे समाणे परं तिघरंतराओ असणं वा पाणं वा खाइम, वा साइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिग्गाहेइ, पडिगाहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી આહાર પ્રાપ્તિ માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે ત્રણ ઘર એટલે ત્રણ ઓરડાથી વધુ દૂરથી લાવીને અપાતાં અશનાદિ ચારે પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
- સાધુ ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે ત્યારે પોતે જ્યાં ઊભા હોય ત્યાંથી વધુમાં વધુ ત્રીજા ઓરડામાંથી આહાર લાવીને આપે તો સાધુને લેવા કહ્યું છે, પરંતુ ત્રણ ઓરડાથી વધુ દૂર અર્થાત્ ચોથા-પાંચમા ઓરડામાંથી આહાર લાવીને આપે તો તે સાધુને લેવો કલ્પતો નથી. પરં તિલતરો - ત્રણ ઓરડા સુધી સાધુની નજર પહોંચી શકે છે, તેનાથી વધુ દૂર નજર પહોંચી શકતી નથી. આવશ્યક સૂત્રમાં મહાપ દોષથી યુક્ત આહાર લેવાને અતિચાર કહ્યો છે, એષણા સંબંધી દોષોથી દૂર રહેવા માટે આ સૂત્રમાં ત્રણ ઓરડા એટલે લગભગ ૩૦ ફૂટની મર્યાદા બતાવી છે.
જે ઓરડામાં આહાર હોય અર્થાત્ જે આહાર નજર સામે હોય તે આહાર જ સાધુએ લેવો જોઈએ, પરંતુ જે ઘરમાં સાધુ પ્રવેશ કરે, તે ઘરની મર્યાદાને પણ સાધુએ લક્ષ્યમાં રાખવાની હોય છે. દશ. અ.-પ, ઉ–૧માં કહ્યું છે ગુ રૂપૂર્ષિ ગાળા માં ભૂમિં પરવરને જે કુળમાં સાધુને જે સીમા સુધી પ્રવેશ કરવાની આજ્ઞા હોય તે જાણીને તે મર્યાદિત સ્થાન સુધી જ સાધુએ જવું જોઈએ. કુળ મર્યાદા