________________
શ્રી નિશીથ સૂત્ર
वा कोउहल्लपडियाए पडियागयं समाणं अण्णउत्थियं वा गारत्थियं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- - જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી એક અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
४४
६ जे भिक्खू आगंतारेसु वा, आरामागारेसु वा, गाहावइकुलेसु वा, परियावसहेसु वा कोउहल्लपडियाए पडियागयं समाणं अण्णउत्थिया वा गारात्थिया वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી અનેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો પાસે અશનાદિ ચારે પ્રકારના આહારની માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
७ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा कोउहल्लपडियाए पडियागयं समाणं, अण्णउत्थिणीं वा गारत्थिणीं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । भावार्थ :જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી એક અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશનાદિ ચારે પ્રકારના આહારને માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा कोहलवडियाए पडियागयं समाणं अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં કુતૂહલ બુદ્ધિથી અનેક અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસે અશનાદિ ચારે પ્રકારના આહારને માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે,
९ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिएण वा गारत्थिएण वा असणं वा पाणं वा खाइमं वा साइमं व अभिहडं आहट्टु दिज्जमाणं पडिसेहेत्ता, तमेव अणुवत्तिय - अणुवत्तिय, परिवेढियपरिवेढिय, परिजविय-परिजविय, ओभासिय- ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસોના આશ્રમમાં એક અન્યતીર્થિક કે ગૃહસ્થ દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને, ખુશામતભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે કે તેમ કરનારની અનુમોદના કરે,