________________
ઉદ્દેશક-૩
૪૫ ]
१० जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिएहिं वा गारथिएहिं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अभिहड आह? दिज्जमाणं पडिसेहेत्ता, तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढियपरिवेढिय, परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ, जायंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં અનેક અન્યતીર્થિકો કે ગૃહસ્થો દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને, ખુશામતભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે છે તેમ કરનારની અનુમોદના કરે, ११ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिणीए वा गारत्थिणीए वा असणं वा पाणं वा खाइम वा साइमं वा अभिहडं आहट्ट दिज्जमाणं पडिसेहेत्ता, तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढियपरिवेढिय, परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ, जायंत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં એક અન્યતીર્થિક સ્ત્રી કે ગૃહસ્થ સ્ત્રી દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને ખુશામત ભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે છે તેમ કરનારની અનુમોદના કરે, १२ जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अण्णउत्थिणीहिं वा गारत्थिणीहिं वा असणं वा पाणं वा खाइमं वा अभिहडं आहटु दिज्जमाणं पडिसेहेत्ता तमेव अणुवत्तिय-अणुवत्तिय, परिवेढिय-परिवेढिय, परिजविय-परिजविय, ओभासिय-ओभासिय जायइ, जायंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે તાપસીના આશ્રમમાં અનેક અન્યતીર્થિક સ્ત્રીઓ કે ગૃહસ્થ સ્ત્રીઓ દ્વારા સામે લાવીને અપાતા અશનાદિ ચારે પ્રકારના આહારનો પહેલાં નિષેધ કરે અને ત્યાર પછી તે દાતાની પાછળ-પાછળ જઈને, તેની આસપાસ ફરીને, ખુશામત ભર્યા વચનો કહી-કહીને, માંગી-માંગીને અશનાદિની યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મશાળા, ઉદ્યાનગૃહ આદિ ચાર સ્થાનોના કથનથી ભિક્ષા ગ્રહણના સર્વ સ્થાનોનું ગ્રહણ કરવામાં આવ્યું છે અને બે પ્રકારના દાતામાં (૧) અન્યતીર્થિક શબ્દથી પરમતના ગૃહસ્થ અને (૨) ગૃહસ્થ શબ્દથી સ્વમતના ગૃહસ્થ-શ્રાવકનું ગ્રહણ થાય છે. “હે શ્રાવક! તું મને અમુક અંશનાદિ આપ”, આ પ્રમાણે અશનાદિ આહારનો નામ નિર્દેશ કરીને ગૃહસ્થ પાસે માંગે તો અતિચાર-દોષ લાગે છે. આવશ્યક સૂત્રના બીજા શ્રમણ સૂત્રમાં દાસ ઉબડ્ડા – ભિખારીની જેમ માંગી-માંગીને લેવું, તેને અતિચાર દોષ કહ્યો છે. ઉપરોક્ત સૂત્રોમાં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ૧ થી ૪ સૂત્રોમાં આહારના નામ