________________
[ ૪૨ ]
શ્રી નિશીથ સૂત્ર
ત્રીજો ઉદ્દેશક | પરિચય છROCRORROROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૮૦ પ્રકારના લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
સાધુ-સાધ્વીએ ધર્મશાળા આદિ સ્થાનોમાં એક પુરુષ, અનેક પુરુષો, એક સ્ત્રી, અનેક સ્ત્રીઓ પાસે માંગીને યાચના કરવી, ધર્મશાળા આદિ સ્થાનોમાં કુતુહલ વૃત્તિથી માંગી-માંગીને યાચના કરવી, દાતા અદષ્ટ સ્થાનથી આહાર લાવીને આપે ત્યારે પહેલાં નિષેધ કરીને પુનઃ તેની પાછળ-પાછળ જઈને યાચના કરવી,
ઘરના સ્વામીનો નિષેધ હોવા છતાં પણ ફરી તેના ઘેર આહાર આદિ લેવાને માટે જવું, સામૂહિક ભોજન (મોટી જમણવારી)ના સ્થાને આહાર અર્થે જવું, ત્રણ ઘર (ઓરડા)ના આંતરાથી અધિક દૂરથી લાવેલા આહારને ગ્રહણ કરવો, ચરણોનું પ્રમાર્જન (સાફ) કરવું, મર્દન, માલિશ કરવું, પીઠી ચોળીને પ્રક્ષાલન કરવું, હાથ-પગ રંગવા, ચમકાવવા, કાયાનું પ્રમાર્જન આદિ કરવું. વ્રણનું (ઘાનું) પ્રમાર્જન આદિ કરવું.
કંઠમાળ(ગંડમાળ) આદિનું છેદન કરાવવું (ઓપરેશન), ગંડમાળ આદિને દબાવીને લોહી, પરું આદિ કાઢવા, ગંડમાળ આદિ પર પ્રક્ષાલન, વિલેપન, તેલ આદિનું માલિશ કરવું, સુગંધિત પદાર્થ લગાવવા.
કૃમિને કાઢવા, નખ કાપવા, વિવિધ શરીરવયવના વાળને કાપવા, સુશોભિત કરવા, દાંતોને ઘસવા, ધોવા, રંગવા, હોઠોનું, આંખોનું પ્રમાર્જન આદિ કરવું, શરીર પર જમા થયેલા આંખ-કાન-દાંત અને નખોનો મેલ કઢાવવો.
ગ્રામાનુગ્રામ વિહાર કરવાના સમયે માથે ઓઢીને વિહાર કરવો, વશીકરણ સૂત્ર બનાવવા, ઘરમાં સ્મશાનના જુદા-જુદા વિભાગોમાં, નવીન માટીની ખાણ આદિમાં, કોલસા બનાવવા આદિ સ્થાનોમાં, કીચડ-આદિના સ્થાનોમાં, ફળ સંગ્રહ કરવાના સ્થાનોમાં, વનસ્પતિ (ભાજી-પાલા)નાં સ્થાનોમાં, ઈક્ષ, શાલિ આદિના ક્ષેત્રોમાં, અશોક વૃક્ષ આદિના વનમાં તથા તાપ ન આવવાના સ્થાનમાં મળ-મૂત્રનો ત્યાગ કરવો, ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.