________________
ઉદ્દેશક-૨
|
૪૧
|
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્વલ્પપણ ઉપધિનું પ્રતિલેખન ન કરે કે ન કરનારનું અનુમોદન કરે તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકના ૫૭ પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ-સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
સાધુએ પોતાની સર્વ ઉપધિનું સવારે અને સાંજે એમ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ. પ્રતિલેખન ન કરવાથી જીવોની વિરાધના થાય તથા વસ્ત્રાદિમાં વીંછી આદિ હોય અને પ્રતિલેખન ન કર્યું હોય તો ડંખ દે તેવી સંભાવના રહે અને તો આત્મવિરાધના થાય, તે ઉપરાંત અન્ય પણ અનેક દોષ લાગે છે. પ્રતિલેખન ન કરવાથી પ્રમાદ વધે, પ્રમાદ વધવાથી સંયમ ક્રિયા વિસ્મૃત થાય, સ્વાધ્યાયાદિ ક્રિયા વિસ્મૃત થાય, ચારિત્રથી ભ્રષ્ટ થાય અને પરંપરાએ અનંત-જન્મ-મરણને પ્રાપ્ત થાય છે. આ પર્વ તો તમે સોવ કુiાં ડિબ્બો આ ભાષ્યગાથાનુસાર બે સંધ્યાએ અવશ્ય પ્રતિલેખન કરવું જોઈએ. ઉપધિના પ્રકાર – જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ઉપધિના ત્રણ પ્રકાર કહ્યા છે. મુખવસ્ત્રિકા જઘન્ય, ચોલપટ્ટક વગેરે મધ્યમ અને સર્વ વસ્ત્ર-પાત્ર ઉત્કૃષ્ટ ઉપધિ કહેવાય છે. આ સૂત્રમાં મુખવસ્ત્રિકા જેવી જઘન્ય ઉપધિને સ્વલ્પ ઉપધિ કહી છે અને તેના પ્રતિલેખનની પણ ઉપેક્ષા કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રતિલેખનનો કાળ :- પ્રાસંગિકરૂપે અહીં પ્રતિલેખનના કાળની વક્તવ્યતા કહી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬મા અધ્યયનમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં એમ બે કાળ પ્રતિલેખનના કહ્યા છે. પણ પદમ-વરમ રજુ વાનો, તથ્વી અને વિદાઓ 1 દિવસની પ્રથમ અને ચોથી પોરસી પ્રતિલેખન કાળ છે અને શેષ છ પોરસી (ચાર રાત્રિની દિવસની વચલી બે એમ છ) પ્રતિલેખનના અકાળની છે. ભાષ્યકારે કહ્યું છે કે પ્રતિલેખના દિવસે જ થાય જ્યારે પ્રમાર્જન રાત્રે પણ થઈ શકે છે. ચૂર્ણિ– રાવપુલ પમMUT ચો સંમતિ, ઉત્તેT ન સંમતિ, મહુવા
રાત્રે પ્રમાર્જન–પીંજવું સંભવિત છે, પરંતુ રાત્રે દષ્ટિનો વિષય ન હોવાથી પ્રતિલેખન(જોવું) સંભવિત નથી. સાધુ ઉપધિનું પ્રતિલેખન કરે, પરંતુ જો સ્વલ્પ ઉપધિનું પણ પ્રતિલેખન ન કરે તો આ સૂત્રથી તેને પ્રાયશ્ચિત્ત આવે છે. ૩ - લઘુ પ્રાયશ્ચિત્ત. પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત દોષોનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત છે. આ બીજા ઉદ્દેશકમાં વર્ણિત દોષ સ્થાનોનું ૩થાડ્યું એટલે લઘુમાસિક પ્રાયશ્ચિત્ત છે. બીજા ઉદ્દેશકના દોષો સામાન્ય અપરાધવાળા અને અલ્પવિરાધનાવાળા છે, તેથી તેનું લઘુ માસિક પ્રાયશ્ચિત્ત અને તેની અપેક્ષાએ પહેલા ઉદ્દેશકના દોષો વિશેષ અપરાધવાળા અને વિશેષ વિરાધનાવાળા છે, તેથી તેનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રસ્તુત ઉદ્દેશકના પ૭ સૂત્રોમાં પ૭ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
| બીજો ઉદ્દેશક સંપૂર્ણ