________________
[ ૪૦ |
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી પ્રાતિહારિક–પાઢીહારા ગ્રહણ કરેલા શય્યા-સંતારકાદિ તેના માલિકને પાછા આપ્યા વિના વિહાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે,
५५ जे भिक्खू सागारियसंतियं सेज्जा-संथारयं अविकरणं कटु अणप्पिणित्ता सपव्वयइ, सपव्वयत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી ગ્રહણ કરેલા શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત યથાસ્થાને મૂકીને પાછા આપ્યા વિના વિહાર કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ગૃહસ્થના ઘેરથી જે શય્યા-સંસ્તારક ગ્રહણ કર્યા હોય, તે વિહાર કરતાં પૂર્વે સાધુએ તેના ઘેર જઈને પાછા સોંપી દેવા જોઈએ.
સાધુ જે મકાનમાં ઉતર્યા હોય ત્યાં રહેલા શય્યાતરના શય્યા-સંસ્તારક વગેરેને શય્યાતરની આજ્ઞા પૂર્વક આવશ્યકતા પ્રમાણે સ્થાનાંતર કર્યા હોય કે વાંસ-છોઈ વગેરેથી બાંધીને ઉપયોગ યોગ્ય બનાવ્યા હોય, તો વિહાર કરતાં પૂર્વે તેને છોડીને યથાસ્થાને ગોઠવી દેવા જોઈએ. બૃહત્કલ્પ, ઉ.—૩, સૂ. ૨૪, ૨૫નું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. વિવરણ:- ૧થાવત તથા રણમ જેમ ગ્રહણ કર્યા હોય તેમ કરીને, શય્યાતરને સોંપીને પછી જ વિહાર કરી શકાય છે, તેમ ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ખોવાયેલા શય્યાદિની ગવેષણાની ઉપેક્ષા - ५६ जे भिक्खू पाडिहारियं वा, सागारियसंतियं वा सेज्जासंथारयं विप्पणटुं ण गवेसइ, ण गवसत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ખોવાઈ કે ચોરાઈ ગયેલા પાઢીહારા લાવેલા કે સાગારિકના શધ્યા-સંસ્મારકની શોધ ન કરે કે તેમ ન કરનારની અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
ગુહસ્થ પાસેથી લાવેલા કે શય્યાતરના શા-સંસ્મારકાદિ ઉપધિ સાધુની નિશ્રામાં હોય અને કોઈ ઉપાડી જાય કે ખોવાઈ જાય તો સાધુએ તેની તપાસ કે શોધ કરવામાં અને માલિકને તેની સૂચના આપવામાં ઉપેક્ષા કરવી ન જોઈએ. જો ઉપેક્ષા કરે તો ભવિષ્યમાં શય્યાદિ મળવા દુર્લભ બની જાય, પ્રવચનની નિંદા થાય. બૃહત્કલ્પસૂત્ર-ઉદ્દેશક-૩, સૂત્ર-૨૬માં પ્રાતિહારિક તથા સાગરિકના શધ્યા-સંતારક ખોવાઈ જવા સંબંધી વિધિ-નિષેધનું વર્ણન છે, અહીં તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ઉપધિના પ્રતિલેખનની ઉપેક્ષા:५७ जे भिक्खू इत्तरियं पि उवहिं ण पडिलेहेइ, ण पडिलेहेंतं वा साइज्जइ ।
तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणे उग्घाइयं ।