________________
ઉદ્દેશક-૨,
૩૯ ]
अणणुण्णवेत्ता बाहिं णीणेइ, णीणेतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરેથી પાઢીહારા લાવેલા કે શય્યાતરના શય્યાસંસ્તારકને તેઓની બીજીવાર આજ્ઞા લીધા વિના અન્ય સ્થાને લઈ જાય અથવા લઈ જનારાનું અનુમોદન કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પાઢીહારા લાવેલા શય્યા–સંસ્તારકને સાધુ પુનઃ તેના માલિકની આજ્ઞા લીધા વિના અન્યત્ર લઈ જાય, તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
સાધુને રહેવાના સ્થાનમાં જે શયા-સંસ્કારક હોય, તેના માટે સૂત્રમાં સીરિય સંતિય શબ્દનો પ્રયોગ થયો છે અને અન્યત્રથી લઈ આવેલા શય્યા-સંસ્મારકને માટે પડદરિયં શબ્દનો પ્રયોગ થયો છે. મકાનમાં જ રહેલા કે બહારથી લાવેલા, આ બંને પ્રકારના શય્યા-સંસ્તારક પાઢીહારા જ હોય છે.
મકાનમાં રહેલા શય્યા-સંસ્તારક કોઈ કારણથી અન્ય મકાનમાં લઈ જવાની જરૂર હોય તો તેના માલિકની આજ્ઞા ફરીવાર લેવી આવશ્યક છે. બહારથી લાવેલા શય્યા-સંસ્તારકના માલિક પણ પ્રાયઃ સાધના રહેવાના સ્થાનને ધ્યાનમાં રાખીને શય્યાદિ આપે છે તથા શય્યાતર પણ પોતાના મકાનમાં ઉપયોગ કરવા માટે આપે છે, તેથી સાધુને તે શય્યા-સંસ્મારક અન્યત્ર લઈ જવા માટે ફરી આજ્ઞા લેવી આવશ્યક છે.
આજ્ઞા વિના અન્યત્ર લઈ જવામાં અદત્તનો દોષ લાગે છે તથા તેના માલિક નારાજ થાય, નિંદા કરે, શય્યા-સંસ્તારક મળવા દુર્લભ થાય આદિ દોષોની સંભાવના હોવાથી તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
પ્રાયઃ પ્રતોમાં આ એક સૂત્રના સ્થાને ત્રણ સૂત્ર જોવા મળે છે, તેમાંનું આ ત્રીજું સૂત્ર છે. ભાષ્ય ચૂર્ણિકારના સમયમાં આ એક સૂત્ર જ હોવાનું પ્રતીત થાય છે. બૃહત્કલ્પ. ઉ. ૩, સૂ. ૭માં આ વિષયનું વિધાન એક જ સૂત્રમાં કર્યું છે, તેથી પ્રસ્તુતમાં એક સૂત્રને સ્વીકાર્યું છે. વર્તમાન પ્રતોમાં પ્રાપ્ત શેષ બે સૂત્ર આ પ્રમાણે છે
जे भिक्खु पाडिहारियं सेज्जासंथारगं दोच्चपि अणणुण्णवेत्ता बा हिं णीणेइ णीणेतं वा સાગ IIII
जे भिक्खु सागारियसंतियं सेज्जासंथारगं दोच्चंपि अणणुण्णवेत्ता बाहिं जीणेइ णीणेतं વા સારૂi II ૨I
(૧) પાઢીહારાના શય્યા-સંસ્તારક અન્ય સ્થાનેથી લાવ્યા હોય. (૨) તે જ સ્થાનમાં રહેલા શય્યાતરના શય્યા-સંસ્તારક લીધા હોય. (૩) શય્યાતરના શય્યા-સંસ્તારક તેના અન્ય સ્થળેથી લાવ્યા હોય; આ ત્રણે ય પ્રકારના શય્યા-સંસ્તારકની ફરીવાર આજ્ઞા લીધા વિના બીજા મકાનમાં લઈ જાય તો લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. શચ્યા-સંસ્તારક પાછા ન સોંપવા:५४ जे भिक्खू पाडिहारियं सेज्जा-संथारयं आयाए अपडिहटु संपव्वयइ संपव्वयंत वा साइज्जइ ।