________________
૩૮ |
શ્રી નિશીથ સૂત્ર
કોઈ ક્ષેત્રમાં સાધુએ શેષકાળના આષાઢ મહિનામાં મકાન કે પાટ આદિ ગૃહસ્થની આજ્ઞાપૂર્વક ગ્રહણ કર્યા હોય અને કારણવશ તેને તે ક્ષેત્રમાં ચાતુર્માસના નિમિત્તે રહેવું પડે, તો ચોમાસાને માટે તે મકાન કે પાટની ફરીવાર આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ અથવા માલિકને યથા સમયે પાછા આપી દેવા જોઈએ. કોઈ કારણથી તેમ કરી શક્યા ન હોય, તો ચાતુર્માસમાં સંવત્સરી સુધીમાં તેની પુનઃ આજ્ઞા લેવી જોઈએ. સંવત્સરી સુધી પણ શય્યાદિ પાછા ન આપે કે ફરીથી આજ્ઞા પ્રાપ્ત ન કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
તે જ રીતે ચાતુર્માસને માટે શય્યા-સંસ્કારક ગ્રહણ કર્યા હોય અને ચાતુર્માસ પછી કોઈ શારીરિક આદિ કારણથી વિહાર ન થઈ શક્યો હોય, તો દસ દિવસની અંદર તે શય્યા-સંસ્મારકની ફરી આજ્ઞા લેવી જોઈએ અથવા પાછા આપવા જોઈએ.
અવધિનું(સમય મર્યાદાનું) અતિક્રમણ થાય, તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે માટે સમયાવધિ પૂર્ણ થાય ત્યારે શાસ્ત્રોક્ત આદેશાનુસાર પુનઃ આજ્ઞા પ્રાપ્ત કરી લેવી જોઈએ. વરસાદમાં પલળતા શય્યાદિ:५२ जे भिक्खू उउबद्धियं वा वासावासियं वा सेज्जासंथरयं उवरिसिज्जमाणं पेहाए ण ओसारेइ, ण ओसारेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શેષકાળ કે વર્ષાકાળ માટે ગ્રહણ કરેલ શય્યા-સંસ્તારકને વરસાદમાં પલળતા જોઈ તેને ત્યાંથી ન ઉપાડે, ન ઉપાડનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :૩વર સિક્કા ઉપધિની ઉપર વરસાદ પડતો હોય.
આ સુત્રમાં પ્રત્યાર્પણીય–પાઢીહારા શય્યા-સંસ્તારકનો ઉલ્લેખ છે પરંતુ ઉપલક્ષણથી પાઢીહારી કોઈપણ વસ્તુને સાધુ વરસાદમાં પલળતી જુએ અને તે ઉપધિને ત્યાંથી લઈ ભીંજાય નહીં તેવી જગ્યાએ ન મૂકે, ઉપધિને પલળવા દે તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે.
વરસતા વરસાદમાં ઉપધિને લેવા જવું, તે પાણીના જીવોની વિરાધનાનું કારણ હોવા છતાં ઉપધિ વરસાદમાં ભીની થાય, ત્યારે બીજા અનેક દોષો થાય છે.
ઉપધિ પલળી જાય તો પલળેલી ઉપાધિ ઉપયોગને અયોગ્ય બની જાય, ખરાબ થઈ જાય, પ્રતિલેખનને અયોગ્ય બની જાય, તેમાં લીલ-ફૂગ થઈ જાય, ભીની ઉપધિમાં કંથવા વગેરે જીવોની ઉત્પત્તિ થાય, જે દાતાની વસ્તુ હોય તેને ખબર પડે કે તેની વસ્તુ વરસાદમાં પલળીને ખરાબ થઈ ગઈ છે તો તે સાધુ પર નારાજ થાય, સાધુ અને શાસનની નિંદા કરે, ભવિષ્યમાં સાધુને શય્યાદિ આપવાનો નિષેધ પણ કરે અને શય્યાસંસ્તારક મળવા દુર્લભ બની જાય માટે પલળતી ઉપધિને ત્યાંથી ઉપાડી લેવી જોઈએ અને તેમ કરતાં હાથાદિ શરીર અવયવો પર સચિત્ત પાણી પડે તો સાધુ દશવૈકાલિક સૂત્રના કથન અનુસાર તેને લૂછે નહીં, તે સૂકાય ન જાય ત્યાં સુધી સ્થિર રહે. શય્યાદિને અન્યત્ર લઈ જવા :५३ जे भिक्खू पाडिहारियं वा सागारियं संतियं वा सेज्जा-संथारयं दोच्चंपि