________________
ઉદ્દેશક-૨
68
શય્યાતર વિષયક માહિતી મેળવ્યા વિના ભિક્ષુ ગોચરી અર્થે નીકળે નહિ. શય્યાતરનું ઘર ક્યાં છે ? તે જાણતા ન હોય તો ભૂલથી તેનાં ઘેરથી આહાર ગ્રહણ થઈ જાય, તો શય્યાતર પિંડ ગ્રહણ કરવાનો દોષ લાગે, માટે ગોચરીએ નીકળતાં પહેલાં શય્યાતર વિષયક સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે. માહિતી મેળવ્યા વિના નીકળે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. આચા. શ્રુ—૨, અ–૨, ઉ.–૩, સૂ-૪નું આ પ્રાયશ્ચિત્ત . સૂત્ર
છે.
સાગારિકની નિશ્રાએ આહાર યાચનાઃ
४९ जे भिक्खू सागारियणीसाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा ओभासियओभासिय जायइ, जायंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સાગારિકની નિશ્રાએ અશનાદિ ચારે પ્રકારના આહારને માંગી-માંગીને યાચના કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શય્યાતરના સહયોગથી પ્રાપ્ત આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. શય્યાતર ગોચરી અર્થે નીકળેલા સાધુને ઘર બતાવી અશનાદિ આહાર અપાવે, અન્ય ઘરોમાં જઈ આ વસ્તુ વહોરાવો, આ વસ્તુ વહોરાવો, આ રીતે વસ્તુનો નિર્દેશ કરી–કરીને, પ્રેરણા આપીને આહાર અપાવે, તો તેવા પ્રકારનો આહાર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન આ સૂત્રમાં છે.
શય્યાતર પોતાના ગામના અન્ય ગૃહસ્થો સાથે કૌટુંબિક, સામાજિક આદિ અનેક પ્રકારના વ્યવહારથી સંબંધિત હોય છે. શય્યાતરના કહેવાથી ક્યારેક કોઈ ગૃહસ્થને આહારાદિ આપવાની ઇચ્છા ન હોય, તોપણ શરમ-સંકોચથી આપવો પડે, દાતાને તેનો ભાર લાગે, પરિણામ મલિન થાય, માટે સાધુ શય્યાતર સહયોગથી પ્રાપ્ત થતાં આહારને ગ્રહણ કરતાં નથી.
કાલાતિક્રાંત દોષયુક્ત શય્યા સંસ્તારક :
५० जे भिक्खू उउबद्धियं सेज्जासंथारयं परं पज्जोसवणाओ उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઋતુબદ્ધકાળ માટે(શેષકાળમાં) ગ્રહણ કરેલા શય્યાસંસ્તારકને પર્યુષણા પછી રાખે કે રાખનારનું અનુમોદન કરે.
|५१ जे भिक्खू वासावासियं सेज्जासंथारयं परं दसरायकप्पाओ उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વર્ષાવાસ માટે ગ્રહણ કરેલા શય્યાસંસ્તારકને ચોમાસા પછી દસ રાત્રિ-દિવસથી વધુ સમય રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કાલાતિકાંત દોષયુક્ત શય્યા-સંસ્તારક વાપરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.