________________
| બીજું પ્રકરણ/શ્રુત નિક્ષેપ
.
૪૧ |
ભરી તેના મુખને છિદ્રોવાળા ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. તેમાં ઘણા લાલ રંગના કૃમિકીડા ઉત્પન્ન થાય છે. તે કીડા છીદ્રમાંથી બહાર નીકળી આસપાસના પ્રદેશમાં ઉડતા પોતાની લાળ છોડે છે. તે લાળ ભેગી કરી જે સૂતર બનાવવામાં આવે તે કૃમિરાગ સૂતર કહેવાય છે. લાલરંગના કૃમિઓથી તે ઉત્પન્ન થવાના કારણે તે સૂતરનો રંગ પણ લાલ હોય છે. (૪) વાલજ– રોમ અથવા વાળથી નિષ્પન્ન સૂતર વાલજ કહેવાય છે. ઘેટાના વાળમાંથી નિષ્પન્ન સૂત્ર ઔર્ણિક, ઊંટના રોમમાંથી નિષ્પન્ન સૂતર ઔષ્ટ્રિક અને મૃગના રોમમાંથી નિષ્પન્ન સૂતર મુગલોમિક, ઉંદરના રોમમાંથી નિષ્પન્ન સૂતર કૌતવ કહેવાય છે. ઑર્ણિક સૂત્ર બનાવતા સમયે રહી ગયેલ નાના-નાના રોમને કિટ્ટિસ કહે છે. તેમાંથી બનતું સૂતર અથવા ઔર્ણિક સૂત્રને ડબલ-ડબલ કરી બનતું સૂતર અથવા ઘોડાના વાળમાંથી બનતા સૂતરને કિટ્ટિસ કહેવામાં આવે છે. (૫) વલ્કજ શણની છાલમાંથી નિષ્પન્ન સૂત્ર વલ્કજ કહેવાય છે.
ભાવસ્કૃત :१६ से किं तं भावसुयं ? भावसुयं दुविहं पण्णत्तं, तं जहा- आगमओ य, णोआगमओ य ।
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવકૃતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવશ્રુતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, આગમભાવશ્રુત અને નોઆગમભાવશ્રુત.
આગમતઃ ભાવશ્રુત :१७ से किं तं आगमओ भावसुयं ? आगमओ भावसुयं जाणऐ उवउत्ते । से तं आगमओ भावसुयं । ભાવાર્થ - પ્રશ્ન- આગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ઉપયોગયુક્ત શ્રુતપદના જ્ઞાતા આગમભાવકૃત છે. આ આગમભાવકૃતનું લક્ષણ છે. વિવેચન :
અહીં ઉપયોગરૂપ પરિણામનો સદ્ભાવ હોવાથી ભાવરૂપતા અને શ્રુતના અર્થજ્ઞાનનો સદ્ભાવ હોવાથી આગમતા જાણવી. નોઆગમતઃ ભાવૠત :१८ से किं तं णोआगमओ भावसुयं ? णोआगमओ भावसुयं दुविहं पण्णत्तं, तं जहा- लोइयं, लोउत्तरियं च ।