________________
૪૨ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમ ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમ ભાવકૃતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, લૌકિક ભાવશ્રુત અને લોકોત્તરિક ભાવશ્રુત. લૌકિક ભાવૠત :१९ से किं तं लोइय भावसुयं ?
लोइयं भावसुयं- जं इमं अण्णाणिएहिं मिच्छादिट्ठीहिं सच्छंदबुद्धि-मइवि- गप्पियं । तं जहा- भारहं रामायणं भीमासुरुक्कं कोडिल्लयं घोडमुहं सगडभद्दिआओ कप्पासियं णागसुहुमं कणगसत्तरी वइसेसियं बुद्धवयणं वेसियं काविलं लोयाययं सद्वितंतं माठरं पुराणं वागरणं णाडगादी, अहवा बावत्तरिकलाओ चत्तारि य वेदा संगोवंगा । से तं लोइयं भावसुयं । શબ્દાર્થ :-ભીમાસુરુ = ભીમાસુરોક્ત, વહિયં = કૌટિલ્ય (અર્થ શાસ્ત્ર), વોહમુદ = ઘોટમુખ–અશ્વાદિ પશુઓનું વર્ણન કરતું શાસ્ત્ર, સમિદ્દિો = શકટભદ્રિકા-શકટયૂહ વગેરે સૈન્ય રચના બતાવતું શાસ્ત્ર, ખાસિય = કાપસિક-કપાસમાંથી સૂતર, વસ્ત્ર બનાવવાની વિધિ બતાવતું શાસ્ત્ર, નહિ = નાગસૂક્ષ્મ-સંભવતઃ સર્પ વગેરે વિષયુક્ત જીવજંતુને વર્ણવતું શાસ્ત્ર, તત્તરી = કનક સપ્તતિ. સંભવતઃ તેમાં સુવર્ણાદિ ધાતુઓના અથવા સોનાના તારથી મિશ્રિત વસ્ત્ર બનાવવાની વિધિનું વર્ણન હોઈ શકે, વેલિ = વૈષિક–કામશાસ્ત્ર, વ્યાપાર-વ્યવસાય શાસ્ત્ર.
ભાવાર્થ :- પ્રશ્ન- લૌકિક ભાવકૃતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અજ્ઞાની, મિથ્યાદષ્ટિઓ દ્વારા પોતાની સ્વચ્છંદ બુદ્ધિ અને મતિથી રચિત સર્વ ગ્રંથો લૌકિક ભાવકૃત છે.
વિવેચન :
આ સૂત્રમાં નોઆગમથી લૌકિક ભાવશ્રુતનું સ્વરૂપ વર્ણન છે. સર્વજ્ઞોક્ત પ્રવચનથી વિરુદ્ધ અભિપ્રાયવાળી બુદ્ધિ અને મતિ દ્વારા રચિત બધા શાસ્ત્ર લૌકિક શ્રત છે. મોક્ષ સાધક ન હોવાથી તેને લૌકિક શ્રુત કહ્યું છે. આ શાસ્ત્રના વાંચન-શ્રવણાદિમાં ઉપયોગ હોવાથી તે ભાવકૃતરૂપ છે.
અહીં સૂત્રમાં વૃદ્ધસાઈ (બુદ્ધનું શાસન) પાઠ પ્રતોમાં મળે છે પરંતુ તે શ્રુતના નામોમાં પ્રાસંગિક નથી અથવા બુદ્ધશાસન નામના ગ્રંથની અપેક્ષાએ તે પાઠ હોય શકે છે.
સૂત્રમાં બુદ્ધિ અને મતિ, આ બે શબ્દનો પ્રયોગ થયો છે. અવગ્રહ–ઈહારૂપ વિચારધારા બુદ્ધિ