________________
[ ૪૦ ]
| શ્રી અનુયોગદ્વાર સૂત્ર
१४ से किं तं वालयं ? वालयं पंचविहं पण्णत्तं, तं जहा- उण्णिए, उट्टिए, मियलोमिए, कुतवे, किट्टिसे । से तं वालयं । શબ્દાર્થ –વાનાંવાલજ, વાળથી નિષ્પન્ન સૂત્ર, ઔર્ણિક, ટ્ટિ ઔષ્ટ્રિક, મનોમિ = મૃગલોમિક, સુતર્વ = કૌતવ,
વિલે = કિટ્ટિસ. ભાવાર્થ :- પ્રશ્ન- વાલજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- વાલજ–વાલથી નિષ્પન્ન સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔર્ણિક (૨) ઔષ્ટ્રિક (૩) મૃગલોમિક (૪) કોતવ (૫) કિસિ. | १५ से किं तं वक्कयं ? वक्कयं सणमाई । सेतं वक्कयं । से तं जाणय सरीर भवियसरीरवइरित्तं दव्वसुयं । से तं णोआगमओ दव्वसुयं । से तं दव्वसुयं । ભાવાર્થ - પ્રશ્ન-વલ્કજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–શણાદિમાંથી નિર્મિત સૂત્ર વલ્કજ સૂત્ર કહેવાય છે. તે જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યકૃતનું સ્વરૂપ છે. આ રીતે નોઆગમથી દ્રવ્યકૃતનું અને સમુચ્ચય દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થાય છે. વિવેચન :
'સુ' નો અર્થ સૂત્ર(સૂતર)પણ થાય છે, જે વસ્તુથી અને જે ક્ષેત્રમાં તે સૂતર બનતું હોય, તેના આધારે તે સૂતર તે નામથી પ્રસિદ્ધ થાય છે. (૧) અંડજ– હંસ, પતંગ વગેરે ચતુરિન્દ્રિય જાતિના જીવ છે.તે કોશેટા પણ કહેવાય છે. તે પોતાની લાળમાંથી એક થેલી જેવું બનાવી, તે કોશિકા કે કોશેટામાં પુરાય જાય છે. તેમાંથી બનતું સૂતર અંડજ કહેવાય છે. જેમ કે રેશમી તાર. (૨) બોંડજ– બોંડ એટલે કપાસનું કાલુ, જીંડવું, તે કપાસમાંથી બનતું સૂતર બોંડજ કહેવાય છે. જેમ કે સૂતરાઉ તાર અથવા બોંડ એટલે રૂ, આકોલીયાનું રૂ, તે રૂમાંથી બનતું સૂતર બોંડજ કહેવાય છે. (૩) કીટજ– ચતુરિન્દ્રિય જીવ વિશેષની લાળથી ઉત્પન્ન સૂતર કીટજ કહેવાય છે. પટ્ટ વગેરે પાંચે ભેદ કીટ જન્ય છે તેથી તે કીટજ કહેવાય છે, (૧) પટ્ટસૂત્ર–પટસૂત્ર માટે એવું મનાય છે કે જંગલમાં સઘન લત્તાચ્છાદિત સ્થાનમાં માંસના ટૂકડાઓ રાખી આજુબાજુમાં થોડા-થોડા અંતરે નાના મોટા અનેક ખીલા ખોડવામાં આવે છે. માંસના લોભી કીટ–પતંગો માંસ ઉપર ઉડે છે અને ખીલાઓની આસપાસ લાળ પાડે છે. તે લાળ એકત્રિત કરી જે સૂતર બનાવવામાં આવે તે પટ્ટ સૂત્ર. (૨.૩.૪) મલયજ વગેરે- મલયદેશમાં બનતા કીટજસૂતર મલયજ, ચીન દેશ સિવાયના દેશોમાં કીડાઓની લાળથી બનતું સૂતર અંશુક અને ચીન દેશમાં બનતું કીટજ સૂતર ચીનાંશુક કહેવાય છે. (૫) કૃમિરાગ- કૃમિરાગ સૂતરના વિષયમાં એવું મનાય છે કે કોઈ ક્ષેત્ર વિશેષમાં મનુષ્યના લોહીને પાત્રમાં