________________
| બીજુ પ્રકરણ/શ્રત નિક્ષેપ
1
[ ૩૯ ]
દ્રવ્યશ્રુત કહેવાય છે.
વિવેચન :
પત્રાદિમાં લખેલ શ્રત ભાવકૃતનું કારણ છે, તેથી તેને દ્રવ્ય કહ્યું છે. પત્ર પર લખેલ શ્રતમાં ઉપયોગ નથી તેથી પણ તે દ્રવ્ય છે. પત્રાદિમાં લેખિતશ્રત અચેતન છે તેથી તે નોઆગમત નો ભેદ છે.
'સુવં' પદની સંસ્કૃત છાયા સૂત્ર પણ થાય છે. શિષ્યની બુદ્ધિ વ્યાપક બને તે માટે સુય-શ્રુતનું પ્રકરણ હોવા છતાં પ્રાસંગિક સૂત્ર-સૂતરનું વર્ણન કરે છે. સૂત્ર-સૂતરના પાંચ પ્રકાર :|१० अहवा सुत्तं पंचविहं पण्णत्तं, तं जहा- अंडयं, बोंडयं, कीडयं, वालयं, વવવેચે ! ભાવાર્થ :- અથવા જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત સૂત્ર પાંચ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) અંડજ, (૨) બોંડજ, (૩) કીટજ, (૪) વાલજ (૫) વલ્કજ. ११ से किं तं अंडयं ? अंडयं हंसगब्भादि । से तं अंडयं । ભાવાર્થ - પ્રશ્ન- અંડજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– હંસગર્ભાદિથી બનેલ સૂત્ર અંડજ કહેવાય છે. [કોશેટામાંથી જે તાર નીકળે છે.] |१२ से किं तं बोंडयं ? बोंडयं फलिहमादि । से तं बोंडयं । શબ્દાર્થ - વડવં = બોંડજ સૂત્ર, હિમા- રૂ વગેરેમાંથી બને તે, ભાવાર્થ :- પ્રશ્ન-બૉડજ સૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કપાસ કે રૂમાંથી બનતા સૂત્રને બૉડજ કહેવામાં આવે છે. |१३ से किं तं कीडयं ? कीडयं पंचविहं पण्णत्तं, तं जहा- पट्टे, मलए, अंसुए चीणंसुए, किमिरागे । से तं कीडयं । ભાવાર્થ :- પ્રશ્ન– કીટસૂત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કીટજ સૂત્રના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પટ્ટ (૨) મલય (૩) અંશુક (૪) ચીનાંશુક (૫) કૃમિરાગ.