________________
પ્રથમ પ્રકરણ આવશ્યક નિક્ષેપ
આવશ્યક કહ્યું છે, તેનું કારણ એ છે કે આવશ્યક કરનાર તે સાધુ શ્રમણગુણાથી રહિત, સ્વચ્છંદ વિહારી, દ્રવ્યલિંગી છે. આવશ્યક કરવાની પ્રવૃત્તિરૂપ હોવાથી તેને નોઆગમતઃ કહેલ છે. આ રીતે ઉભયવ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યકનું વર્ણન પૂર્ણ થતાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકનું અને અંતે દ્રવ્ય આવશ્યક નિક્ષેપનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થયું.
૨૯
ભાવઆવશ્યક :
२१ से किं तं भावावस्सयं ? भावावस्सयं दुविहं पण्णत्तं तं जहाआगमओ य णोआगमओ य ।
શબ્દાર્થ :-માવાવસ્તર્યં = ભાવાવશ્યક, આગમો = આગમથી, જ્ઞાન–અધ્યયનની અપેક્ષાએ ખોબામો - નોઆગમથી, પ્રવૃત્તિક્રિયાની અપેક્ષા.
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- ભાવાવયકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી ભાવ આવશ્યક (૨) નોઆગમથી ભાવાવશ્યક.
વિવેચન :
વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુક્ત અર્થ, ભાવ કહેવાય છે અર્થાત્ જે શબ્દની જે અર્થક્રિયા હોય તેનાથી યુક્ત । હોય તો તે ભાવ કહેવાય છે. જેમ ઈન્દ્રપણાના ઐશ્વર્યથી યુક્ત હોય તે આદેશ પ્રત્યાદેશની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય તે ભાવ ઈન્દ્ર કહેવાય. તેમ વિવક્ષિત ક્રિયાની સાથે ભાવસહિત જે આવશ્યક કરાય તે ભાવઆવશ્યક છે.
આગમતઃ ભાવાવશ્યક :
२२ से किं तं आगमओ भावावस्सयं ? आगमओ भावावस्सयं जाणए उवउत्ते से त्तं आगमओ भावावस्सयं ।
શબ્દાર્થ :-ગાળÇ-જ્ઞાયક, આવશ્યક પદના જાણકાર હોય, વત્ત= ઉપયુક્ત—તેમાં(તેના અર્થમાં) ઉપયોગવાન હોય.
ભાવાર્થ :- પ્રશ્ન-આગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– આવશ્યકપદના જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગ યુક્ત હોય તે આગમથી ભાવાવશ્યક છે.