SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક : २० से किं तं लोगोत्तरियं दव्वावस्सयं ? શ્રી અનુયોગદ્વાર સૂત્ર लोगोत्तरियं दव्वावस्सयं जे इमे समणगुणमुक्कजोगी छक्काय णिरणुकंपा हया इव उद्दामा, गया इव णिरंकुसा, घट्ठा मट्ठा तुप्पोट्ठा पंडरपडपाउरणा जिणाणं अणाणाए सच्छंदं विहरिऊणं उभओकालं आवस्सगस्स उवट्ठति । से तं लोगुत्तरियं दव्वावस्सयं । से तं जाणगसरीरभवियसरीरवइरित्तं दव्वावस्सयं । से तं णोआगमओ दव्वावस्सयं । से तं दव्वावस्सयं । 1 ' = શબ્દાર્થ :-લોગોત્તરિય = લોકોત્તરિક, દ્દવ્યાવસય = દ્રવ્યાવશ્યક, સમળશુળ = શ્રમણ—ગુણથી, મુ = મુક્ત, રહિત, ખોળી = સાધુ, છવાય = છકાયજીવપ્રતિ, બુિ પT = અનુકંપારહિત હોવાથી, હૈયા = અશ્વની, વ = જેમ, વદ્દામા = ઉદ્દામ—શીઘ્રગામી–જલ્દી ચાલનાર (ઈર્યા સમિતિ નહીં જાળવનાર), યા વ = હાથીની જેમ, પિન્ટુલા = નિરંકુશ અર્થાત્ ગુરુની આજ્ઞામાં ન હોય, ચડ્ડા = સ્નિગ્ધ પદાર્થ દ્વારા અંગ–પ્રત્યંગને મુલાયમ કરનાર, મઠ્ઠા = તેલ વગેરે લગાડી વાળ તથા શરીરને સંસ્કારિત કરનાર, તુષ્પોટ્ટા = તુપ–ઘી લગાડી હોઠને મુલાયમ રાખનાર, તુપ–ઘી વગેરે લગાડનાર, પંડુર પંડર–ધોવે, પ૬ = પહેરવાના વસ્ત્ર, પાવર = પ્રાવરણ—પાથરવા–ઓઢવાના વસ્ત્રને, બિખાળ જિનેશ્વરની, બળાબાર્ = આજ્ઞા વિના, આજ્ઞાની ઉપેક્ષા કરી, સચ્છવ = સ્વચ્છંદપણે, વિઝિq= વિચરણ કરનાર, સમો ગત્ત = ઉભયકાળ, સવારે અને સાંજે, આવHTS = આવશ્યક કરવા, વકૃતિ = ઉદ્યમવંત હોય તે, જે તેં તોપુત્તરિય વળ્વાવસ્સયં - આ લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક છે. ભાવાર્થ :- પ્રશ્ન- લોકોત્તરિક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– જે સાધુ શ્રમણગુણોથી રહિત હોય, છકાયજીવ પ્રત્યે અનુકંપા રહિત હોવાથી જેની ચાલ અશ્વની જેમ ઉદ્દામ હોય, હાથીની જેમ નિરંકુશ હોય, સ્નિગ્ધ પદાર્થના માલિશ દ્વારા અંગ–પ્રત્યંગને કોમળ રાખતા હોય, પાણીથી વારંવાર શરીરને ધોતા હોય અથવા તેલથી વાળ–શરીરને સંસ્કારિત કરતા હોય, હોઠોને મુલાયમ રાખવા માખણ—ઘી લગાડતા હોય, પહેરવા—ઓઢવાના વસ્ત્રને ધોવામાં આસક્ત હોય, જિનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરી, સ્વચ્છંદપણે વિચરનાર હોય તેવા સાધુ ઉભયકાળ આવશ્યક કરવા તત્પર થાય ત્યારે તેની તે ક્રિયા લોકોત્તરિક દ્રવ્ય આવશ્યક કહેવાય છે. આ તવ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક, નોઆગમથી દ્રવ્ય આવશ્યક અને દ્રવ્ય આવશ્યક છે. વિવેચન : લોકમાં શ્રેષ્ઠ સાધુઓ દ્વારા આચરત અને ઉત્કૃષ્ટ એવા જિનપ્રવચનમાં વર્ણિત હોવાથી આવશ્યકસૂત્ર લોકોત્તરિક કહેવાય છે. લોકોત્તરિક અને ભાવ આવશ્યકરૂપ હોવા છતાંએ અહીં તેને દ્રવ્ય
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy