________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
_.
| ૨૭ |
અન્નથી જ ઉદરપૂર્તિ કરનાર અથવા સુગતના શાસનને માનનાર, પાંડુરંગ = પાંડુરંગ = શરીર પર ભસ્મ લગાડનાર, નોતમ = ગૌતમ–બળદને કોડીની માળાઓથી વિભૂષિત કરી, તેની વિસ્મયકારી ચાલ બતાવી ભિક્ષા લેનાર, નોધ્વતિય = ગોવ્રતિક–ગાયની સાથે રહી, ગાય સાથે ગામની બહાર નીકળી, ગાય બેસે ત્યારે બેસવું, ઊઠે ત્યારે ઊઠવું, ચરે ત્યારે ફરાળ કરવું અને ગાય જ્યારે પાણી પીવે ત્યારે પાણી પીવું, તેવું ગ્રોવ્રત લેનાર, હિમ્ન = ગૃહીધર્મ-ગૃહસ્થધર્મી, ગૃહસ્થ, થર્વત = ધર્મસંહિતાના વિચારક,
વિરુદ્ધ અવિરુદ્ધ-દેવ-રાજા-માતા-પિતા, પશુ, પક્ષી વગેરેનો સમાનરૂપે વિનય કરનાર, વિનયવાદી મિથ્યાદષ્ટિ, વિરહ = વિરુદ્ધ-પુણ્ય, પાપ વગેરેને માનનાર ક્રિયાવાદી, કુ-સાવા = વૃદ્ધશ્રાવક – બ્રાહ્મણ-ભરત ચક્રવર્તીએ પોતાના શાસનકાળમાં દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સંભળાવે તે માટે તેઓની સ્થાપના કરી હતી. તેઓને પ્રાચીનતાની અપેક્ષાએ વૃદ્ધ કહ્યા છે અથવા વૃદ્ધાસ્થામાં દીક્ષા અંગીકાર કરી, તપસ્યા કરનાર શ્રાવક, બફા = વગેરે, પસંસ્થા = પાખંડસ્થ–પાંખડી–મિથ્યા વ્રતોનું પાલન કરનાર, = પ્રભાત થાય ત્યારે, પાડ_માથા - પ્રભાતની આભા પ્રાદુર્ભત થાય ત્યારે, વળી ગાવ તેવા નતે = રજની–રાત્રિ (વ્યતીત થાય),ત્યાંથી શરુ કરી તેજથી દેદીપ્યાન સુર્ય ઉદય પામે, ત્યાં સુધીનું વર્ણન અહીં પૂર્વ સૂત્રથી લેવું, ડુંt = ઈન્દ્ર, ઉસ = સ્કન્દ–કાર્તિકેય, રુદ્ર્સ = રુદ્રમહાદેવ, શંકર,શિવસ= શિવ-વ્યંતરદેવ વિશેષ, વેસમાસ વૈશ્રમણ-કુબેર–ધનરક્ષક દેવ, દેવÍ= દેવ, બાલ્સ = નાગકુમાર-ભવનપતિ દેવવિશેષ, ગgટ્સ = યક્ષ, ભૂયલ = ભૂત-વ્યંતરદેવ વિશેષ, મુસ્લિમુકુન્દ–બળદેવ, અજ્ઞા= આર્યાદેવી, વોટ્ટવિરિયા=મહિષાસુમર્દકદેવીની, ૩વસેવા = ઉપલેપન- તેલ-ઘી વગેરેનો લેપ કરવો, તમન્ના = સંમાર્જના- વસ્ત્રખંડથી લૂછવું, વરિલા = આ વર્ષણ-ગંધોદકથી અભિષેક કરવો, સ્નાન કરાવવું, “વ = ધૂપ, પુર = પુષ્પ, ધ = ગંધ, મા = પુષ્પ માળા આદિ દ્વારા(પૂજા કરવારૂપ), બ્લોવયા દ્રવ્યાવશ્યક, તિન કરે છે. ભાવાર્થ :- પ્રશ્ન-કુપ્રાવનિ દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જેઓ ચરક, ચીરિક, ચર્મખંડિક, ભિક્ષોદંડક, પાંડુરંગ, ગૌતમ, ગોવ્રતિક, ગૃહસ્થ, ધર્મચિંતક, વિનયવાદી, અક્રિયાવાદી, બ્રાહ્મણ અથવા વૃદ્ધ શ્રાવક વગેરે વિવિધ વ્રતધારક પાખંડીઓ રાત્રિ વ્યતીત થઈ પ્રભાત કાળે સૂર્ય ઉદય પામે ત્યારે ઈન્દ્ર, સ્કન્ધ, રુદ્ર, શિવ, વૈશ્રમણદેવ અથવા દેવ, નાગ, યક્ષ, ભૂત, મુકુન્દ, આર્યાદેવી, કોટ્ટક્રિયાદેવી વગેરેની પ્રતિમાને ઉપલેપન, સમાર્જન, પ્રક્ષાલન, ધૂપ, પુષ્પ, ગંધ, માળા વગેરે દ્વારા પૂજા કરવા રૂપ દ્રવ્યાવશ્યક કરે છે, તે કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક છે.
વિવેચન :
મોક્ષના કારણભૂત સિદ્ધાન્તોથી વિપરીત સિદ્ધાન્તોની પ્રરૂપણા તેમજ આચરણ કરનાર ચરક વગેરે કJાવચનિકોના આવશ્યકને કુપ્રાવચનિકદ્રવ્ય આવશ્યક કહે છે. તેઓ ઈન્દ્રાદિની પ્રતિમાને ઉપલેપન કરવા રૂપ આવશ્યક કૃત્ય કરે છે, તેથી આવશ્યકપદ કહ્યું છે. આ ક્રિયામાં મોક્ષના સાધનભૂત ભાવ આવશ્યકની અપ્રધાનતા હોવાથી દ્રવ્ય છે. તેમાં જ્ઞાનની અપેક્ષાનો સર્વથા અભાવ છે અને પ્રવૃત્તિની પ્રમુખતા છે તેથી તેને નોઆગમતઃ કહ્યું છે.