SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનુયોગદ્વાર સૂત્ર ઉત્તર– જે આ રાજેશ્વર અથવા રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુમ્બિક, ઈલ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે રાત્રિવ્યતીત થાય ત્યારે, પ્રભાતકાલીન કિંચિન્માત્ર પ્રકાશ થાય, પહેલાની અપેક્ષાએ વધુ ફ્રૂટ પ્રકાશ થાય, વિકસિત કમળપત્રો તેમજ મૃગના નયનોના ઈષ ્ ઉન્મીલનયુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શ્વેતવર્ણયુક્ત, પ્રભાત થાય ત્યારે તથા રક્ત અશોકવૃક્ષ, પલાશપુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગ સમાન રક્ત, સરોવરવર્તી કમળવનોને વિકસિત કરનાર, પોતાના હજારો કિરણોથી દિવસવિધાયક તેજથી દેદીપ્યાન સૂર્ય ઉદિત થાય ત્યારે મુખધોવું, દંતપ્રક્ષાલન, તેલમાલિશ, સ્નાન, દાંતિયાથી વાળ ઓળવા, મંગલ માટે સરસવ, દુર્વા વગેરેનું પ્રક્ષેપણ કરવું, દર્પણમાં મુખ જોવું, ધૂપ દ્વારા વસ્ત્રને સુવાસિત કરવા, પુષ્પ અને પુષ્પમાળાને ધારણ કરવી, પાન ખાવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા વગેરે દ્રવ્ય આવશ્યક કરી રાજસભા, દેવાલય, આરામ ગૃહ, ઉદ્યાન, સભા અથવા પરબ તરફ જાય છે. તે લૌકિક દ્રવ્ય આવશ્યક છે. વિવેચન : ૨૬ સંસારી લોકો દ્વારા આવશ્યક કૃત્ય રૂપે જે અવશ્ય કરવા યોગ્ય છે તે, સર્વ લૌકિક દ્રવ્ય આવશ્યક છે. દંતપ્રક્ષાલન, સ્નાન વગેરે આવશ્યક કૃત્યોને મોક્ષ પ્રાપ્તિના કારણરૂપ આવશ્યકની અપ્રધાનતાની અપેક્ષાએ દ્રવ્ય કહેલ છે. મોક્ષનું પ્રધાનકારણ ભાવ આવશ્યક છે. અખાદળે વળ્વસદ્દોલ્થિ અપ્રધાન અર્થમાં 'દ્રવ્ય' શબ્દ પ્રયુક્ત થાય છે. સ્નાનાદિ દૈનિક આવશ્યક કૃત્ય મોક્ષમાર્ગમાં અપ્રધાન છે. તેથી દ્રવ્ય કહેલ છે. તેમાં આગમ રૂપતા નથી, પ્રવૃત્તિરૂપતા છે. તેથી તેને 'નોઆગમતઃ'ના ભેદમાં કહેલ છે. કુપ્રાવચનિક દ્રવ્યાવશ્યક : १९ से किं तं कुप्पावयणियं दव्वावस्सयं ? कुप्पावयणियं दव्वावस्सयं जे इमे चरग-चीरिंग- चम्मखंडिय-भिच्छंडगજંતુરન-નોતમ-નોવૃત્તિય-શિષિધમ્મ-ધમ્મચિંતન-અવિરુદ્ધ-વિશુદ્ધ-વુજ્જુसावगप्पभिइयो पासंडत्था कल्लं पाउप्पभायाए रयणीए जावतेयसा जलते इंदस्स वा खंदस्स वा रुद्दस्स वा सिवस्स वा वेसमणस्स वा देवस्स वा णागस्स वा जक्खस्स वा भूयस्स वा मुगुंदस्स वा अज्जाए वा कोट्टकिरियाए वा उवलेवणसम्मज्जणाऽऽवरिसण-धूव- पुप्फ-गंध-मल्लाइयाइं दव्वावस्सयाइं करेंति । से तं कुप्पावयणियं दव्वा - वस्सयं । I શબ્દાર્થ :-ુાવળિયું - કુપ્રાવાચનિક, નવ્વાવસ્તર્યં = દ્રવ્ય આવશ્યક, ને = જે, મે = આ, વરT = ચરક–સાથે મળી ભિક્ષા માંગનાર અથવા ખાતા—ખાતા ચાલનાર, ત્નિ = ચીરિક—માર્ગમાં પડેલ ચીથરાઓને પહેરનાર, ધમ્મલહિય= ચર્મખંડિક–ચામડાના વસ્ત્ર પહેનાર અથવા જેના સમસ્ત ઉપકરણ ચામડાના હોય તે, મિઠ્ઠુંડળ = પોતાની પાલિત ગાયના દૂધાદિથી નહીં પરંતુ ભિક્ષા પ્રાપ્ત
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy