________________
३०
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
વિવેચન :
આવશ્યકના અર્થજ્ઞાનથી જનિત ઉપયોગને ભાવ કહેવામાં આવે છે, ભાવથી યુક્ત આવશ્યકને ભાવ આવશ્યક કહેવાય છે. આગમ એટલે જ્ઞાન, આવશ્યક પદના જ્ઞાનથી યુક્ત જ્ઞાતાને અહીં આગમથી આવશ્યક કહેલ છે. તે આવશ્યકના જ્ઞાનમાં ઉપયોગ હોય તેને ભાવ આવશ્યક કહે છે. ઉપયોગ તે આત્માનો ગુણ છે. જ્ઞાતા ગુણી અને ઉપયોગ રૂપ ગુણમાં અભેદ હોવાથી તે આગમથી ભાવાવશ્યક કહેવાય છે. નોઆગમતઃ ભાવાવશ્યક :
२३ से किं तं णोआगमओ भावावस्सयं ? णोआगमओ भावावस्सयं તિવિદ પળત્ત, તેં નહા- લોફ્ટ, ઝુપાવળિય, તોમુત્તરિય ।
ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે– લૌકિક, કુપ્રાવચનિક અને લોકોત્તરિક. લૌકિક ભાવાવશ્યક :
२४ से किं तं लोइयं भावावस्सयं ? लोइयं भावावस्सयं पुव्वण्हे भारहं अवरण्हे रामायणं । से तं लोइयं भावावस्सयं ।
I
શબ્દાર્થ :-તોડ્યું માવાવસ્વયં= લૌકિક ભાવાવશ્યક, મુદ્દે ભરē= પૂર્વાનમાં મહાભારત, અવરન્તે રામાયણં = અપરાહ્નમાં રામાયણની સ્વાધ્યાય કરવી તે.
ભાવાર્થ :- પ્રશ્ન- લૌકિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– પૂર્વાલ્નકાળ—દિવસના પૂર્વભાગમાં મહાભારત અને અપરાóકાળ–દિવસના પશ્ચાત્ ભાગમાં રામાયણનું વાંચન, શ્રવણરૂપ સ્વાધ્યાય કરવી, તે લૌકિક ભાવાવશ્યક કહેવાય છે. આ લૌકિક ભાવ આવશ્યકનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
લોકમાં આગમરૂપે માન્ય એવા મહાભારત–રામાયણ વગેરે ગ્રંથોનું વાંચન, શ્રવણ નિયત સમયે કરવું આવશ્યક છે, તેવો લોકવ્યવહાર જોવા મળે છે માટે તે લૌકિક આવશ્યક છે. તેના વાંચન–શ્રવણમાં વક્તા અને શ્રોતાનો ઉપયોગ હોવાથી તે ભાવ રૂપે છે. પાઠ કરવો તે પ્રવૃત્તિ રૂપ ક્રિયા હોવાથી તેને નો આગમથી કહેવાય છે. વ્યાખ્યાકારે કહ્યું છે કે વિરિયા આગમો ન હો–ક્રિયા આગમરૂપ નથી, ક્રિયા રૂપ દેશમાં આગમતા નથી. તાત્પર્ય એ છે કે આવશ્યકના જ્ઞાનરૂપ ઉપયોગયુક્ત આગમથી ભાવઆવશ્યક