________________
[૨૪]
શ્રી અયોગવાર સૂત્ર
વિવેચન :
ભવિષ્યમાં આવશ્યક પદને જે શીખવાના છે તેવા જીવનું–બાળકનું શરીર ભવ્યશરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. ભાવિન ભૂતવકુવા: ભૂતકાળની જેમ ભાવી–ભવિષ્યમાં પણ ઉપચાર કરાય છે. આ બાળકનું શરીર ભવિષ્યમાં આવશ્યકજ્ઞાન પ્રાપ્તિનું કારણ બનવાનું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. જેમ ભવિષ્યમાં કોઈ ઘડામાં મધ કે ઘી ભરવાનું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ભર્યુ ન હોવા છતાં વર્તમાનમાં તે ઘડા માટે 'આ મધનો ઘડો છે,' 'આ ઘી નો ઘડો છે' તેવો વ્યવહાર થાય છે, તેમ ભવિષ્યમાં આવશ્યક પદને શીખશે, તેવા આ બાળકાદિના શરીરને ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક' કહે છે.
જ્ઞાચકશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક :१७ से किं तं जाणगसरीरभवियसरीरवतिरित्ते दव्वावस्सए ?
जाणगसरीरभवियसरीरवइरित्ते दव्वावस्सए तिविहे पण्णत्ते, तं जहालोइएकुप्पावयणिए, लोउत्तरिए । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિક્ત નોઆગમતઃ દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ કેવું
ઉત્તર-જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યકના ત્રણ પ્રકાર છે. (૧) લૌકિક (૨) કુઝાવચનિક (૩) લોકોત્તરિક. વિવેચન :
નોઆગમથી દ્રવ્ય આવશ્યકના આ ત્રીજા ભેદમાં, ભૂત અને ભાવિની અપેક્ષા સિવાય જેટલા નોઆગમથી દ્રવ્ય આવશ્યક હોય, તે સર્વનો સમાવેશ કર્યો છે. તે સર્વને ત્રણ ભેદમાં વિભાજિત કર્યા છે(૧) લૌકિક આવશ્યક ક્રિયાઓ (૨) કુપ્રાવચનિક આવશ્યક ક્રિયાઓ (૩) વીતરાગમાર્ગની આવશ્યક ક્રિયાઓ.
લૌકિક દ્રવ્યાવશ્યક :१८ से किं तं लोइयं दव्वावस्सयं ?
लोइयं दव्वावस्सयं- जे इमे राईसर-तलवर-माडंबिय-कोडुबिय-इब्भसेट्ठि- सेणावइ-सत्थवाहप्पभिइओ कल्लं पाउप्पभायाए रयणीए सुविमलाए फुल्लुप्पल- कमलकोमलुम्मिल्लियम्मि अहपंडुरे पभाए रत्तासोगप्पगासकिंसुय