________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
આવશ્યકસૂત્રના જ્ઞાનથી સર્વથા રહિત છે, વર્તમાનમાં આ મૃત શરીરમાં ચેતના-જ્ઞાન નથી પરંતુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપના નયની અપેક્ષાએ ભૂતકાલીન આવશ્યક પર્યાયનું તે કારણ હતું. કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. લોક વ્યવહાર પણ તેવો છે. તે દષ્ટાંત દ્વારા સૂચવ્યું છે. પહેલા જે ઘડામાં મધ કે ઘી ભરવામાં આવતું હોય, વર્તમાનમાં તેમાં મધ કે ઘી ન ભરવા છતાં આ મધનો ઘડો છે,' 'આ ઘીનો ઘડો છે, તેવો પ્રયોગ વ્યવહારમાં જોવા મળે છે. તે જ રીતે આનિર્જીવ શય્યાગત શરીર ભૂતકાલીન આવશ્યકજ્ઞાન પર્યાયનું કારણ હોવાથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે.
સુત્રમાં 'અહો' શબ્દ દૈન્ય, વિસ્મય અને આમંત્રણ આ ત્રણ અર્થમાં પ્રયુક્ત છે. આ શરીર અનિત્ય છે માટે દૈન્યઅર્થ, આ નિર્જીવ શરીરે આવશ્યકને જાણ્યું હતું તેથી વિસ્મય અર્થ અને જુઓ ! આ શરીર સંઘાતે આવશ્યક શાસ્ત્રનું જ્ઞાનપ્રાપ્ત કર્યું હતું, તેમ પરિચિતોને આમંત્રણ આપવા માટે 'અહો'નો પ્રયોગ થયો છે. ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક :१६ से किं तं भवियसरीरदव्वावस्सयं ?
भवियसरीरदव्वावस्सयं- जे जीवे जोणिजम्मणणिक्खंते इमेणं चेव सरीर- समुस्सएणं आत्तएणं जिणोवदिद्वेणं भावेणं आवस्सए त्ति पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ । जहा को दिटुंतो? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदव्वावस्सयं । શબ્દાર્થ :–ને જે જીવ, નuિ = યોનિમાંથી, = જન્મ સમયે,વિહતે = નીકળ્યો છે, રૂપ = આ, સરસપુસ = શરીર સમુદાય વડે, સત્તા = પ્રાપ્ત, નિખોવલિ = જિનોપદિષ્ટ, ભાવે = ભાવથી, આવરૂપ તિ પર આવશ્યક પદને, તેયા = ભવિષ્યકાળમાં, જિલ= શીખશે, જા તાવ સિવ૬ = વર્તમાનમાં શીખતો નથી, નહી = તે માટે, જે ૯િો = શું દાંત છે? અર્થ = આ, મદુશ્મે પવિત્સ = આ મધુકુંભ થશે, અય વય શું વસ્ત્ર = આ ઘી ભરવાનો ઘટ થશે. ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
- ઉત્તર- સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનમાંથી બહાર નીકળી જન્મને ધારણ કર્યો છે તેવું બાળક, તે પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર આવશ્યકપદ ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખતો નથી, જીવના તે શરીરને ભવ્યશરીર દ્રવ્ય આવશ્યક કહે છે.
પ્રશ્ન- તે માટે કોઈ દષ્ટાંત છે?
ઉત્તર– આ મધુકુંભ થશે, આ ધૃતકુંભ થશે. આવું ભવ્ય શરીર દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ જાણવું.