________________
૨૨ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
आसी, अयं घयकुंभे आसी । से तं जाणगसरीरदव्वा- वस्सयं । શબ્દાર્થ :- માવત્તિ આવશ્યક એવા, પત્થાવાર= પદના અર્થાધિકારને, નાણસ = જાણનાર, સરીર મેં = જે શરીર, વવ - વાગત– ચેતન્ય રહિત, ગુય= ચ્યત–આયુષ્યકર્મનો ક્ષય થઈ જવાથી દસ પ્રાણથી રહિત, નિર્જીવ શરીર, વાવિય= ચ્યાવિત, વિષ વગેરે દ્વારા આયુષ્ય પૂરું થઈ જતાં, નિર્જીવ થયેલ શરીર, ઉત્તવેદં= ત્યક્ત દેહ, સંલેખના-સંથારાપૂર્વક સ્વેચ્છાએ ત્યાગેલ શરીર, નવલખબ૮ = જીવવિપ્રમુક્ત, જીવ દ્વારા પરિત્યક્ત શરીર, તેઝાર્થ = શય્યાગત– શરીરપ્રમાણ લાંબી પહોળી પાટ–પર સ્થિત, સંથારાયે = સંતારકગત–અઢીહાથ પહોળી પાટ–પથારી પર સ્થિત, લિસિનાતનાવ - સિદ્ધશિલાગત-અનશન અંગીકાર કરેલ સ્થાન પર સ્થિત (મૃત શરીરને), પાલિત્તા = જોઈને, તો મને = કોઈ કહે કે, અહો = અહો! ને = આ, સરસપુસ = શરીર સંઘાત (સમુદાયથી), નિરિક્ષ = જિનોપદિષ્ટ, ભાવે = ભાવથી, માવા રિ પડ્યું - આવશ્યક એ પદનું, આવિયંત્ર (ગુરુ પાસેથી) અધ્યયન કર્યું હતું, પણવિર્ય = સામાન્યરૂપે શિષ્યોને પ્રજ્ઞાપિત કરાવ્યું હતું, પવિર્ય = વિશેષરૂપથી સમજાવ્યું હતું, વાવ = પોતાના આચરણ દ્વારા બતાવ્યું હતું. શિવલિવું = અક્ષમ શિષ્યોને આવશ્યક પદ ગ્રહણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, ૩વયંસિવ = નય-યુક્તિઓ દ્વારા આવશ્યકપદના અર્થ શિષ્યોને અવધારણ કરાવ્યા હતા, ગ = જેમ, વો વિઠ્ઠો ? = કોઈ દાંત છે? અયં = આ, મદમે= મધુકુંભ, આલી = હતો, ગયે વયમે આવી = આ ઘીનો ઘડો હતો, તે તં ગાળ સરીર બ્લાસ = આવું જ્ઞાયક શરીરદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ છે. ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયક શરીર દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આવશ્યક એ પદના અર્વાધિકાર જાણનારના થપગત, ટ્યુત-ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને શય્યાગત, સંસ્તારકગત, સિદ્ધશિલાગત-જે સ્થાન પર સંથારો કર્યો હોય તે સ્થાન પર (મૃત શરીરને) સ્થિત જોઈ, કોઈ કહે, અહો ! આ શરીરરૂપ પુગલ સમુદાયે જિનોપદિષ્ટ ભાવ અનુસાર આવશ્યકપદનું ગુરુ પાસેથી અધ્યયન કર્યું હતું, શિષ્યોને પ્રજ્ઞાપિત કર્યું હતું, વિશેષ રૂપે સમજાવ્યું હતું, પોતાના આચરણ દ્વારા શિષ્યોને બતાવ્યું હતું, અક્ષમ શિષ્યોને આવશ્યક' પદના અર્થ ગ્રહણ કરાવવા પ્રયત્ન કર્યો હતો, જય-યુક્તિઓ દ્વારા શિષ્યોને અવધારણ કરાવ્યું હતું. તેવું આ મૃત શરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે.
પ્રશ્ન- આ વાતને સમર્થન આપતું કોઈ દષ્ટાંત છે?
ઉત્તર-આચાર્ય ઉત્તર આપે છે. હા, 'આ ઘીનો ઘડો હતો, ' આ મધનો ઘડો હતો.' આ રીતે જ્ઞાયક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
જેણે પહેલા વિધિપૂર્વક આવશ્યક સૂત્ર'નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અત્યારે તેનું આ મૃત શરીર