________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
જ્ઞાતૃત્વ અને અનુપયુક્તત્વનો સમન્વય સંભવિત નથી. જ્ઞાતા હોય તો અનુપયુક્ત ન હોય અને અનુપયુક્ત હોય તો જ્ઞાતા ન કહેવાય. તે ત્રણેના મતે દ્રવ્યઆવશ્યક પ્રરૂપણા અસત્ છે.
૨૧
આ રીતે આગમથી દ્રવ્ય આવશ્યક સંબંધી નયોનું મંતવ્ય જાણવું. સાતે નયના સ્વરૂપની વિશેષ જાણકારી માટે જુઓ પ્રકરણ એકતાલીસમું– નય અધિકાર.
નોઆગમતઃ દ્રવ્ય આવશ્યક :
१४ से किं तं णोआगमओ दव्वावस्सयं ?
णोआगमतो दव्वावस्सयं तिविहं पण्णत्तं, तं जहा- जाणगसरीरदव्वावस्सयं, भवियसरीरदव्वावस्सयं, जाणगसरीरभवियसरीरवइरित्तं दव्वावस्सयं । ભાવાર્થ :- પ્રશ્ન– નોઆગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– નોઆગમથી દ્રવ્યઆવશ્યકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાયકશરીર દ્રવ્યાવશ્યક (૨) ભવ્યશરીર દ્રવ્યાવશ્યક (૩) જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક.
વિવેચન :
આ સૂત્રમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકના ભેદનું કથન છે. અહીં 'નો' શબ્દ સર્વથા નિષેધ અને એકદેશ નિષેધ બંને અર્થમાં પ્રયુક્ત છે. પ્રથમ બે ભેદ જ્ઞાયકશરીર અને ભવ્યશરીર દ્રવ્ય આવશ્યકમાં સર્વથા જ્ઞાનનો અભાવ છે, તેથી નોઆગમથી કહ્યું છે. ભૂત–ભાવિનું કારણ હોવાથી દ્રવ્ય કહેલ છે. ઉભય વ્યતિરિક્ત નોઆગમ દ્રવ્ય આવશ્યક રૂપ ત્રીજા ભેદમાં આવશ્યક શબ્દ અન્ય જે જે અર્થમાં, પ્રવૃત્તિમાં પ્રયુક્ત હોય, તે સર્વનું ગ્રહણ કર્યું છે. તાત્પર્ય એ છે કે બે ભેદ જ્ઞાનાભાવ અપેક્ષાએ છે અને ત્રીજો ભેદ પ્રવૃત્તિની અપેક્ષાએ છે. શાસ્ત્રકાર આ ત્રણે ભેદનું ક્રમથી વર્ણન હવે પછીના સૂત્રોમાં કરે છે.
જ્ઞાયક શરીર દ્રવ્ય આવશ્યક :
१५ से किं तं जाणगसरीरदव्वावस्सयं ?
जाणगसरीरदव्वावस्सयं - आवस्सए त्ति पदत्थाधिकारजाणगस्स जं सरीरयं ववगयचुयचावियचत्तदेहं जीवविप्पजढं सेज्जागयं वा संथारगयं वा सिद्धसिलातलगयं वा पासित्ता णं कोइ भणेज्जा - अहो ! णं इमेणं सरीरसमुस्सएणं जिणदिट्ठेणं भावेणं आवस्सए त्ति पयं आघवियं पण्णवियं परूवियं दंसियं णिदंसियं उवदंसियं । जहा को दिट्ठतो ? अयं महुकुंभे