________________
[ ૧૮ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
જેણે, આવરૂણ ત્તિ પયં = આવશ્યક એવા પદને, લિહિયં = શીખી લીધું હોય, ત્ર્યિ = હૃદયમાં સ્થિર કર્યું હોય, નિય= આવૃતિ કરી ધારણા કરી હોય, મિથે = શ્લોક, પદ, વર્ણ વગેરે સંખ્યા પ્રમાણનો સારી રીતે અભ્યાસ કર્યો હોય, પનિય = આનુપૂર્વી પૂર્વક સર્વાત્મના પરિવર્તિત કર્યું હોય, ગામને = નામસમ, પોતાના નામની જેમ અવિસ્મત કર્યું હોય, પોસા = ઉદાત્તાદિ સ્વરોને અનુરૂપ ઉચ્ચાર કર્યા હોય, અહીંથરું = અક્ષરોની હીનતા રહિતપણે ઉચ્ચારણ કર્યું હોય, અવરં= અક્ષરોની અધિકતા રહિત ઉચ્ચારણ કર્યું હોય, ગળાફર-વ્યતિક્રમ રહિત ઉચ્ચારણ કર્યું હોય, અતિરે = અખલિતરૂપે (વચ્ચે-વચ્ચે અક્ષરો છોડ્યા વિના) ઉચ્ચારણ કર્યું હોય, મિતિયં = શાસ્ત્રના પદોમાં અન્ય પદોને મિશ્રિત કર્યા વિના ઉચ્ચારણ કર્યું હોય, અવશ્વાનેતિયં = અવ્યત્યાગ્રંડિત-એક શાસ્ત્રના ભિન્ન-ભિન્ન સ્થાને આવેલા એકર્થક સૂત્રોને એકત્રિત કર્યા વિના પાઠ કર્યો હોય, પરંડપુખ = પ્રતિપૂર્ણ—અક્ષરો અને અર્થની અપેક્ષાએ શાસ્ત્રનો અન્યૂનાધિક અભ્યાસ કર્યો હોય, વિપુi = યોગ્ય ઘોષપૂર્વક–અવાજ કાઢીને શાસ્ત્રનું પરાવર્તન કર્યું હોય, વાકુવપ્રમુજવ = સ્વરોત્પાદક કંઠાદિના માધ્યમથી સ્પષ્ટ ઉચ્ચારણ કર્યું હોય, ગુરુવાયનોન = ગુરુવાચનોપગત–ગુરુ પાસે (આવશ્યક સૂત્રની) વાચના લીધી હોય, તે તે, ત~-ત્યાં–તેથી, વાયગા = વાચના, પુછIT= પૃચ્છના, પરિવાર = પરાવર્તના, ધર્મદા = ધર્મકથાથી યુક્ત હોય, પરંતુ, નો અણુપેદા = અનુપ્રેક્ષા રહિત હોય, વસ્ફા = શા માટે, અyવોનો શ્વ= અનુપયોગ તે દ્રવ્ય કહેવાય છે, મિતિ ૯= તેથી કરીને. ભાવાર્થ – પ્રશ્ન– આગમથી (જ્ઞાનાપેક્ષયા) દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- જ્ઞાનની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે સાધુએ આવશ્યક પદને શીખી લીધું હોય, સ્થિર કર્યું હોય, જિત, મિત, પરિજિત કર્યું હોય, નામસમ, ઘોષસમ, અહીનાક્ષર, અનત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત રૂપે ઉચ્ચારણ કર્યું હોય, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ધોષ, કંઠોષ્ઠવિપ્રમુક્તરૂપે ઉચ્ચારણ કર્યું હોય, ગુરુ પાસેથી વાચના લીધી હોય, તેથી વાચના, પુચ્છના, પરાવર્તના અને ધર્મકથાથી યુક્ત હોય પરંતુ અનુપ્રેક્ષાથી રહિત હોય–ઉપયોગ શૂન્ય હોય. 'અનુપયોગો દ્રવ્ય' આ શાસ્ત્ર વચનાનુસાર આવશ્યક પદના જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ રહિત હોવાથી તે આગમતઃ દ્રવ્યઆવશ્યક કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રમાં આગમથી–જ્ઞાનાપેક્ષયા દ્રવ્યઆવશ્યકનું નિરૂપણ કર્યું છે. અહીં આગમ એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનના કારણભૂત આત્મા, તેનાથી અધિષ્ઠિત શરીર અને તેના દ્વારા થતાં સૂત્રના ઉચ્ચારણ વગેરેમાં કાર્યનો ઉપચાર કરી તે સર્વને શ્રુતજ્ઞાન-આગમ રૂપ કહેલ છે. આવશ્યક પદનું જ્ઞાન હોવા છતાં દ્રવ્ય કહેવાનું કારણ એ છે કે તેમાં ઉપયોગ નથી. અનુપ્રેક્ષા ઉપયોગ રહિતપણે થઈ શકતી નથી. બાકી વાચનાદિ ઉપયોગ વિના થઈ શકે છે તેથી સૂત્રમાં નો અyપેદા કહ્યું છે. અનુપયોગ અવસ્થા દ્રવ્ય કહેવાય છે. જ્ઞાન છે પણ ઉપયોગ નથી તેથી તેને દ્રવ્ય આવશ્યક કહેલ છે. ઉપયોગપૂર્વકની અનુપ્રેક્ષા ભાવઆવશ્યક કહેવાય છે.