________________
[ ૧૭ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
એક જીવાજીવ આવશ્યક- જલાશય, ઉદ્યાન વગેરેથી યુક્ત રાજમહેલ, રાજાના 'આવાસ' રૂપે પ્રસિદ્ધિ પામે છે. જલાશય–ઉધાન વગેરે સચિત્ત છે અને ઈર્ટ વગેરેથી બનેલ રાજમહેલ અચિત્ત છે. આ બંનેથી સંયુક્ત મહેલ રાજાના આવાસરૂપ હોવાથી એક જીવાજીવ આવશ્યક છે. અનેક જીવાજીવ આવશ્યક :- રાજપ્રસાદથી યુક્ત સમસ્તનગર રાજાના આવાસરૂપે કહેવાય છે. તેમાં અનેક જીવો–અજીવો સંમિલ્લિત છે તેથી તે અનેક જીવાજીવ આવશ્યકનું ઉદાહરણ છે. આ રીતે કોઈ પણ પદાર્થને આવશ્યક સંજ્ઞા આપવી તે નામાવશ્યક છે.
સ્થાપના આવશ્યક - ચોક્કસ વસ્તુ કે વ્યક્તિના અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે. તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. કાષ્ઠાદિની પૂતળીમાં આવશ્યકવાન શ્રાવકની સ્થાપના કરવામાં આવે તો તે સ્થાપના આવશ્યક કહેવાય. ભાવ આવશ્યકથી રહિત વસ્તુમાં 'આ આવશ્યક છે' તેવા અભિપ્રાયથી સ્થાપના કરવામાં આવે છે.
તે સ્થાપના તત્સદશતદાકાર અથવા અસદશ–અતદાકાર, બંને પ્રકારે થઈ શકે છે. તે ઉપરાંત નિયતકાળ માટે-અલ્પકાળ માટે અથવા જ્યાં સુધી વસ્તુ રહે ત્યાં સુધી-યાવત્રુથિક સમય માટે આવશ્યકની સ્થાપના કરવામાં આવે છે. નામ-સ્થાપના વચ્ચે સમાનતા તથા ભિન્નતા - (૧) ભાવ ન્યતાની અપેક્ષાએ સમાનતા :- નામ અને સ્થાપના બંને નિક્ષેપ ભાવશૂન્ય છે. જેમ ભાવ શૂન્ય વસ્તુમાં નામ નિક્ષેપ કરાય છે, તેમ ભાવશૂન્ય વસ્તુમાં તદાકાર, અતદાકાર સ્થાપના પણ કરાય છે. (૨) અભિપ્રાયની અપેક્ષાએ અસમાનતા -નામ આવશ્યકમાં 'આ ભાવ આવશ્યક છે', તેવો અભિપ્રાય હોતો નથી જ્યારે સ્થાપના આવશ્યકમાં આ ભાવ આવશ્યક છે' તેવો અભિપ્રાય મનમાં હોય છે. (ર) કાળની અપેક્ષાએ અસમાનતા :- નામ આવશ્યક યાવત્રુથિકાયાવઅસ્તિત્વ) હોય છે. નામ વસ્તુનું અસ્તિત્વ રહે ત્યાં સુધી રહે છે. સ્થાપના અલ્પકાળ માટે પણ હોય અને યાવત્રુથિક પણ હોય છે. (૪) ભાવની અપેક્ષાએ અસમાનતા :- સ્થાપનામાં પ્રતિમા વગેરે જોઈ આદર, સન્માન વગેરે ભાવ ઉત્પન્ન થાય છે, જ્યારે નામમાં આદર ભાવ વગેરે ઉત્પન્ન થતા નથી. ઈન્દ્રની પ્રતિમા જોઈ આદરભાવ જાગૃત થાય છે પણ કોઈ બાળકનું ઈન્દ્ર નામ હોય તો તેના પ્રત્યે ઈન્દ્ર જેવા આદરભાવ જાગૃત થતા નથી.
દ્રવ્ય આવશ્યક :
११ से किं तं दव्वावस्सयं ? दव्वावस्सयं दुविहं पण्णत्तं, तं जहा- आगमओ ૨નો સામનો ય શબ્દાર્થ :- સુવિ૬ = બે પ્રકારના, પUત્તિ પ્રરૂપ્યા છે, આ મો= આગમથી, આગમની અપેક્ષા,