________________
પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ
,
[ ૧૫ |
ભાવાર્થ :- પ્રશ્ન- સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, લેખકર્મ, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ, અક્ષ અથવા વરાટકમાં એક અથવા અનેક આવશ્યક રૂપ જે સદ્ભાવ અથવા અસદ્ભાવરૂપ સ્થાપના કરવામાં આવે તે સ્થાપના આવશ્યક છે.
પ્રશ્ન- નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે? ઉત્તર- નામ યાવત્રુથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક પણ હોય અને યાત્મથિક પણ હોય
વિવેચન :
આ સુત્રો દ્વારા સુત્રકારે નામ અને સ્થાપના આવશ્યકનું સ્વરૂપ તેમજ નામ સ્થાપના વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે.
નામ, અભિધાન કે સંજ્ઞા આ ત્રણે શબ્દો એક જ અર્થનું સૂચન કરે છે. નામ માત્રથી જે આવશ્યક તે નામ આવશ્યક. લોક વ્યવહાર ચલાવવા જીવ, અજીવ, જીવ–અજીવ ઉભયરૂપ પદાર્થનું નામ રાખવું જ પડે છે. નામ વિના વ્યવહાર શક્ય નથી.
કોઈ વ્યક્તિનું આવશ્યક એવું નામ રાખવામાં વ્યક્તિની ઈચ્છા જ મુખ્ય છે. જેમ કોઈ વ્યક્તિએ પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. દેવે આપ્યો નથી છતાં લોક વ્યવહાર માટે દેવદત્ત' નામ રાખ્યું, તેમ નામ આવશ્યક માટે પણ સમજવું. ભાવની, અર્થક્રિયાની શૂન્યતા હોવા છતાં વ્યવહાર માટે જીવ, અજીવનું આવશ્યક એવું નામ રાખવામાં આવે તો તે નામ આવશ્યક કહેવાય છે. એક જીવ આવશ્યક – કોઈ બાળકનું નામ આવશ્યક રાખવામાં આવે તો તે એક જીવ આવશ્યક છે. અનેક જીવ આવશ્યક - નિંભાડાની અગ્નિમાં અનેક ઉષ્ણયોનિક સંમૂર્છાિમ ઉંદરો જન્મ ધારણ કરે છે. તે નિંભાડાની અગ્નિ તેઓ માટે આવાસરૂપ છે. તે નિંભાડાની અગ્નિ 'આવાસક' નામે પ્રસિદ્ધ છે. આ અસંખ્યાત અગ્નિકાય જીવોનું આવાસક નામ પડ્યું તે અનેક જીવ આવશ્યકનું ઉદાહરણ છે. આવશ્યક શબ્દનો એક અર્થ આવાસ પણ થાય છે. જે પૂર્વે આવશ્યકની વ્યાખ્યા કરતાં બતાવ્યું છે.
એક અજીવ આવશ્યક - અનેક બખોલવાળા સૂકાવુક્ષ (હૂંઠા)માં સાપ રહેતો હોય તો તે વૃક્ષ સર્પના 'આવાસ' નામથી પ્રસિદ્ધિ પામે છે. તે વૃક્ષ એક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે.
અનેક અજીવ આવશ્યક :- પક્ષીનો માળો અનેક સુકા ઘાસના તણખલાથી બને છે. તેમાં પક્ષીઓ રહે છે. તેથી તે પક્ષીઓના આવાસરૂપ પ્રસિદ્ધિ પામે છે. માળાનું 'આવાસ' એવું નામ અનેક અજીવ આવશ્યકનું ઉદાહરણ છે.