________________
પ્રથમ પ્રકરણ/આવશ્યક નિક્ષેપ
ઉત્કાલિકશ્રુત છે. આવશ્યક સૂત્રમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ આ ચારે પ્રવૃત્ત થાય છે તેમ છતાં 'અનુયોગ કરવો' તે આ શાસ્ત્રનો અભિધેય હોવાથી શાસ્ત્રકારે ઉદ્દેશાદિ સર્વનો ઉલ્લેખ ન કરતા 'આવલ્લાસ્સ અણુઓનો ' દ્વારા માત્ર અનુયોગનું કથન કર્યું છે.
માતેશાન
અંગપ્રવિષ્ટ
શ્રુતજ્ઞાન
કાલિક
અભિધેય દર્શક
અનુયોગનો નિરુક્ત્યર્થ :
અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન
અંગબાહ્ય
ઉત્કાલિક
આવશ્યકનો અનુયોગ | આવશ્યક વ્યતિરિક્ત
આ આગમનો અભિધેય વર્ણ વિષય છે
કેવળજ્ઞાન
णिययाणुकूलो जोगो सुत्तस्सत्थेण जो य अणुओगो । सुत्तं च अणुं तेणं जोगो अत्थस्स अणुओगो ॥ -
અનુયોગવૃત્તિ. ૫.૭.
(૧) 'અનુ' એટલે નિયત–અનુકૂળ અર્થને, 'યોગ' એટલે જોડવું. સૂત્રને નિયત અને અનુકૂળ અર્થ સાથે જોડવા તે અનુયોગ. (૨) સૂત્રના અનુકૂળ અર્થનું કથન કરવું તે અનુયોગ (૩) સૂત્ર–અણુ(નાનું)અને અર્થ મહાન હોય છે. એક સૂત્રના અનંત અર્થ હોય છે તેથી અર્થ મહાન છે. અણુ એવા સૂત્ર સાથે અર્થનો યોગ તે અનુયોગ કહેવાય છે.
અનુયોગ(સૂત્રના અર્થ કરવા) વિષયક વક્તવ્યનો ક્રમ આ પ્રમાણે છે.
(૧) નિક્ષેપ
– નામ, સ્થાપના વગેરેરૂપે વસ્તુને સ્થાપી પછી અનુયોગનું કથન કરવું.
(૨) એકાર્થ :– અનુયોગના પર્યાયવાચી શબ્દ કહેવા, જેમકે અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક આ અનુયોગના સમાનાર્થક પર્યાયવાચી નામ છે.